મોદી સરકારમાં વીઆઇપી કલ્ચર

September 19, 2017 at 6:51 pm


વીઆઇપી કલ્ચરને નાબૂદ કરવાની વાત કરતી મોદી સરકારમાં વીઆઇપીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. સિંગલ વીઆઇપી સ્ટેટસ ધરાવતા આવા મહાનુભાવોની સંખ્યા અત્યાર સુધીમાં સૌથી વધુ 475 લોકો સુધી પહોંચી ગઇ છે. જે અગાઉની યુપીએ સરકારના સર્વિધિક 375ના આંકથી કંઇક વધારે છે. આ તમામ મહાનુભાવોને ખાસ સલામતી પણ અપાઇ છે અને તેની પાછળ પ્રજાની પરસેવાની કમાણીના કરોડો ખચર્ઇિ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની હાલની યાદી મોદીના શાસનમાં પ્રવર્તતા વીઆઇપી કલ્ચરની ચાડી ખાય છે. આ યાદીમાં રાજકીય નેતાઓ, તેમના બાળકો, સાધુ-સંતો અને ધાર્મિક નેતાઓનો પણ સમાવેશ થાય છે.

મોટાભાગે આવી વિશેષ સવલત સુરક્ષા કરતાં તો વધારે રાજકીય કારણોસર અપાતી કે પાછી ખેંચી હોય છે. જેમકે હવે બિહારના રાજકીય નેતા લાલુપ્રસાદ યાદવને અપાતી નેશનલ સિક્યુરિટી ગાર્ડઝ તથા સીઆરપીએફનાં અર્ધલશ્કરી દળોની સુરક્ષા પાછી ખેંચવાાં આવી રહી છે. એ જ રીતે યુપીના માજી મુખ્યપ્રધાન અખિલેશ યાદવની સલામતી વ્યવસ્થા પણ પાછી ખેંચવામાં આવી રહી છે. તામિલનાડુનાં દ્રમુકના સર્વેસવર્િ એમ. કરૂણાનીધિ તો એટલા વયોવૃદ્ધ છે કે હવે ભાગ્યે જ તેમના નિવાસસ્થાનેથી બહાર નીકળે છે. આથી , તેમની સુરક્ષા વ્યવસ્થા પણ પાછી ખેંચવામાં આવી રહી છે.
બીજી તરફ બાબા રામદેવને 30 પોલીસ જવાનો તથા અર્ધલશ્કરી દળોની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. બાબા રામદેવ હવે માત્ર યોગગુરૂ જ નહીં પણ અબજોના બિઝનેસ સામ્રાજ્યના સંચાલક પણ બની ચૂક્યા છે. આથી, તેઓ પણ ધારે તો અનેક કોર્પોરેટ જૂથોના વડાઓની જેમ પોતાની સલામતી વ્યવસ્થા સ્વંય કરી શકે તેમ છે. એ જ રીતે વારંવાર વાંધાજનક નિવેદનો કરીને વિવાદમાં રહેતા અને તાજેતરમાં તો બળાત્કારી બાબા ગુરમીતની તરફેણ કરી ભારે વિરોધ વ્હોરી લેનારા સાંસદ સાક્ષી મહારાજને કોણ જાણે કઇ લાયકાતના કારણે વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી રહી છે. રાજકીય ગણતરીઓ કેવી ચાલે છે કે કોંગ્રેસના તરૂણ ગોગોઇ આસામના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી પણ ભાજપ્ના સવર્નિંદ સોનોવાલ મુખ્યપ્રધાન બન્યા તે પછી કેન્દ્ર સરકારને અહેસાસ થયો કે આસામના સીએમને એનએસજીની સુરક્ષા મળવી જોઇએ. વાસ્તવમાં મહાનુભવોની સલામતી વ્યવસ્થા અંગેના નિર્ણયોમાં રાજકીય હસ્તક્ષેપ દૂર કરવાનો સમય ક્યારનોય પાકી ગયો છે.

print

Comments

comments

VOTING POLL