મોદી સાથે લગ્નની ઈચ્છા સાથે જયપુરની મહિલાના ધરણા !

October 7, 2017 at 10:57 am


ભારતના દરેક નાગરિકને મનમાં ક્યાંક ને ક્યાંક એવી ઈચ્છા હોય છે કે તે કોઈ વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક તસવીર ખેંચાવે પરંતુ જયપુરની એક મહિલા અનોખી ઈચ્છા સાથે જંતર-મંતરના મેદાન પર ધરણા પર બેસી ગઈ છે. 44 વર્ષીય જયપુરની ઓમ શાંતિ શર્માનો ઈચ્છા છે કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લગ્ન કરે અને એ માટે જ તે જંતર-મંતર પર ધરણા આપી રહી છે. દિલ્હીના જંતર-મંતર પર 8 સપ્ટેમ્બરથી ઓમ શાંતિ શર્મા આ ઈચ્છા સાથે ધરણા પર બેસી ગઈ છે.

ઓમ શાંતિ શર્મા જણાવે છે કે તેને તેના પતિએ છેતરી છે એવામાં તેના દુ:ખની વેદના માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ સમજી શકે છે ! સાથોસાથ તે જણાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની ઉંમર કરતાં મોટા છે એટલા માટે તે તેની સેવા કરવા માગે છે. શાંતિ શર્મા વડાપ્રધાન મોદીના વ્યવહારને સારો ગણે છે અને તેની ખાસિયત છે કે તે ગરીબો અને દુ:ખી માણસોનો અવાજ સાંભળે છે તેનાથી જ તે પ્રભાવિત થઈ છે.
ગત 8 સપ્ટેમ્બરથી દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલી શાંતિ શર્મા જણાવે છે કે તે મોદી સાથે લગ્ન કરવાના ઈચ્છાને કારણે અહીં બેઠી છે અને અહીં જ જંતર-મંતરની ફૂટપાથ પર તે સુઈ જાય છે. શાંતિ શમર્નિી ઈચ્છા એવી પણ છે કે જો મોદી તેને એક વખત મળી લેશે તો પણ તે પોતાના ધરણાનો અંત લાવશે.

print

Comments

comments

VOTING POLL