મોદી સુરતમાં વિકાસ રેલી કરશે : સુષ્મા પણ પ્રવાસમાં જાડાશે

December 7, 2017 at 12:42 pm


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યના આર્થિકનગર સુરતમાં ગુજરાત વિકાસ રેલીને સંબોધન કરશે તેમ ભાજપના પ્રવક્તા જગદીશ ભાવસારે જણાવ્યું હતું.

સુરત મહાનગરમાં નિલગીરી ગ્રાઉન્ડ લિંબાયત ખાતે બપોરે એક વાગે ગુજરાત વિકાસ રેલી, નવમી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોની યોજાનારી ચૂંટણીના પ્રચાર અભિયાનની મહત્વપૂર્ણ રેલી રહેશે. પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ સાંજે પાંચ વાગે પૂર્ણ થશે. સુરત ખાતે યોજાનારી રેલીમાં ઐતિહાસિક માનવ મહેરામણ ઉમટી પડશે અને ભાજપના વિજય રથને આગળ ધપાવવા સંકલ્પબદ્ધ થશે. પ્રથમ તબક્કાની ૮૯ બેઠક પર જીત મેળવવા માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને મોદી અપીલ કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. આજે પણ ઝંઝાવતી પ્રચાર જારી રાખશે.

આજે વિજય રૂપાણી, આનંદીબેન પટેલ, નરેશ કનોડિયા, સ્મૃતિ ઇરાની, સુષ્મા સ્વરાજ પણ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ, પાલનપુર, કઠલાલ, સુરેન્દ્રનગર જિલ્લામાં તથા સુરેન્દ્રનગરમાં ઝંઝાવતી પ્રચાર કરશે. આજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો અંત આવશે. બીજા તબક્કાના ચૂંટણીને લઇને રાજકીય ગરમી પ્રવર્તી રહી છે.

print

Comments

comments

VOTING POLL