મોબાઇલ નેટ સ્પીડમાં ભારત વિશ્ર્વમાં છેક ૧૧૧મા ક્રમે

January 12, 2018 at 11:37 am


ઇન્ટરનેટની સ્પીડ સંબંધિત અભ્યાસ કરતી અમેરિકાની કંપની ઓકલા દ્રારા જાહેર થયેલા તાજા આંકડા પ્રમાણે, મોબાઇલ બ્રોડબેન્ડ સ્પીડની ડિસેમ્બરની યાદીમાં ભારત છેક ૧૧૧માં ક્રમે પહોંચી ગયું છે અને છેલ્લા બે મહિનામાં ભારત ચાર ક્રમ ઉતરી ગયું છે. કઝાખસ્તાન (૬૪મા ક્રમે), મ્યાનમાર (૮૪), પાકિસ્તાન (૮૮), શ્રીલંકા (૧૦૧) ઘાના (૧૧૦) જેવા દેશોમાં ભારત કરતાં વધારે મોબાઇલ બ્રોડબેન્ડ સ્પીડ મળે છે.
ઓકલાના સહ–સ્થાપક ડગ સુલેએ ઇકોનોમીક ટાઇમ્સને જણાવ્યું હતું કે, ‘ભારતમાં સૌથી ઝડપી મોબાઇલ નેટવર્ક ભારતી એરટેલનું જળવાઇ રહ્યું હતું જયારે બીજા ક્રમે વોડાફોન ઇન્ડિયા હતી. વોડાફોન ચોથા ક્રમેથી સીધા બીજા ક્રમે પહોંચી ગઇ હતી’ ઓકટોબર–ડિસેમ્બર કર્વાટરના આંકડા પ્રમાણે, મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓ ઇન્ફોકોમના નેટવર્કમાં કસ્ટમર વોલ્યુમ ઘટવાને કારણે નેટવર્ક બેન્ડવિડથ છૂટી થવાથી સ્પીડ વધી હતી એમ તેમણે ઉમેયુ હતું. જોકે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટીઆરએઆઇ)ના આંકડામાં રિલાયન્સ જીઓને જ સૌથી ઝડપી ૪જી સ્પીડ આપતા નેટવર્ક તરીકે જાળવી રાખવામાં આવી છે. ઓકલાનાં પરીક્ષણો માટે ૩૭ લાખ યુનિક ડિવાઇસ પર ર.પ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. ઓકલાના રેટિંગથી ગયા વર્ષે રિલાયન્સ જીઓએ નારાજગી વ્યકત કરી હતી કારણ કે, ઓકલાએ ત્યારે એરટેલને સૌથી ઝડપી નેટવર્ક ધરાવતી કંપની જાહેર કરી હતી. જીઓએ ઓકલા સામે કેસ કર્યેા હતો, પણ કોર્ટે જીઓની અરજી સ્વીકારી નોહતી. ઓકલાના આંકડા પ્રમાણે, ભારતની સરેરાશ મોબાઇલ ડાઉનલોડ સ્પીડ ૯.૧૪ એમબીપીએસ હતી, એટલે ૧ સેકન્ડમાં સરેરાશ બી ગીત ડાઉનલોડ થાય તેટલી હતી

print

Comments

comments

VOTING POLL