મોબાઈલ દ્વારા કોપી કેસ કરતાે વિદ્યાથીૅ પકડાયો

March 17, 2017 at 8:27 pm


આશાપુરા સ્કૂલમાં સુપરવાઈઝરનાે સપાટો ઃ ફોજદારી કાર્યવાહીનાે પ્રયાસ

ધો. 10માની પરીક્ષા ચાલુ છે અને જિલ્લાના મોટાભાગના કેન્દ્રાેમાં પરીક્ષા પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે વતૅમાન પરીક્ષાનાે પ્રથમમ કોપી કેસ ભુજમાં નાેંધાયો છે. ભુજની આશાપુરા સ્કૂલમાં ખાનગી વિદ્યાથીૅ તરીકે પરીક્ષા આપી રહેલા એક પરીક્ષાથીૅ મોબાઈલની મદદથી ચોરી કરતાં રંગે હાથ ઝડપાઈ ગયો હતાે.

આ અંગે ડીઈઆે કચેરીમાંથી પ્રાપ્ત થતી વિગતાે પ્રમાણે માંડવીના શિરવા ગામના આ પરીક્ષાથીૅ પાેતાના ખિસ્સામાં મોબાઈલ ફોન રાખી પરીક્ષા ખંડમાં પ્રવેશ્યો હતાે. સુપરવાઈઝર આે.એમ.આર. શીટ વહેંચી તે સમયે તેણે હળવેકથી મોબાઈલ ફોન કાઢી આે.એમ.આર. શીટનાે ફોટો પાડી કોઈકને સેન્ડર કરવા પ્રયાસ કયોૅ હતાે. જે વાત સુપરવાઈઝર નેહાબેન ગાેરની નજરમાં તરત જ આ પરીક્ષાથીૅ પાસે દોડી જઈ મોબાઈલ ફોન આંચકી લીધો હતાે. જોકે તે પહેલા આ વિદ્યાથીૅએ મોબાઈલ ફોન લોક કરી દીધો હતાે.

સુપરવાઈઝરે વારંવાર સુચના આપી મોબાઈલનું લોક ખોવાનું કહેવા છતાં તે પરીક્ષાથીૅ ન માનતા ઝોનલ આેફિસર કે.આઈ.રાજગાેરને જાણ કરાતા તેઆેને પરીક્ષા કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. તેમણે અને ફરજ પરના પાેલીસ જવાનાેએ સમજાવવા છતાં મોબાઈલ ફોનનું લોક ન ખોલતા આ પરીક્ષાથીૅ સામે ફોજદારી પગલાં નાેંધાવવા સુચના આપી આ કાર્યવાહી શરૂ થઈ હતી.આમ વતૅમાન સીઝનમાં પ્રથમ વખત આ પ્રકારનાે કોપી કેસ ઝડપાયો છે.

print

Comments

comments

VOTING POLL