મોબાઈલ બિલમાં આવશે ઘટાડો: ટ્રાઈએ આઈયુસીના બિલમાં મુક્યો મોટો કાપ

September 20, 2017 at 10:52 am


આવતાં મહિનાથી તમારું મોબાઈલ બિલ વધુ ઓછું થઈ શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ મોબાઈલથી મોબાઈલ કોલિંગ પર ઈન્ટરકનેક્શન યુસેઝ ચાર્જ (આઈયુસી)ને ઘટાડવાનું એલાન કર્યું છે. 1 ઓક્ટોબરથી 14 પૈસા પ્રતિ મિનિટની જગ્યાએ હવે માત્ર 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ કરવામાં આવશે. આ ઉપરાંત 1 જાન્યુઆરી 2020થી તેને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવામાં આવશે. જો કે રિલાયન્સ જિયોને બાદ કરતાં બીજી કંપ્નીઓ તેને વધારવાની માગણી કરી રહી છે.
આઈયુસી એ ફી હોય છે જેને ટેલિકોમ કંપ્નીઓ એ બીજી કંપ્નીને આપી દે છે જેના નેટવર્ક પર કોલ ખતમ થાય છે. આ ચાર્જ અત્યારે 14 પૈસા પ્રતિ મિનિટ છે એટલે કે હાલની ટેલિકોમ કંપ્નીઓને સરેરાશ કોલ કોસ્ટની અડધી છે. ભારતી એરટેલ, આઈડિયા અને વોડાફોન જેવી કંપ્નીઓ ઈન્ટરકનેક્શન દર વધારવાની માગ કરી રહી હતી જ્રે રિલાયન્સ જિયોને તેને ખતમ કરવાની માગ કરી હતી. એરટેલ સહિત બીજી કંપ્નીઓએ આંતર મંત્રાલય સમૂહ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

હરિફ જિયો વિધ્ધ એકજૂથ ત્રણેય દૂરસંચાર કંપ્નીઓ (એરટેલ, વોડાફોન અને આઈડિયા)એ કહ્યું કે હાલ આઈયુસી 14 પૈસા પ્રતિ મિનિટ છે જે ખર્ચ કરતાં ઘણા ઓછા અને તેને ઠીક કરવાની જર છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે મુકેશ અંબાણીએ પોતાના રિલાયન્સ જિયો દ્વારા લાઈફટાઈમ મફત ફોનનો પ્લાન લોન્ચ કર્યો ત્યારથી સતત આઈયુસી એક મુદ્દો બની ગયો હતો. જિયોના ગ્રાહકોને ફ્રી કોલની સુવિધા આપે છે તેથી આઈયુસીનો ભાર વધતો જાય છે. કંપ્ની આઈયુસીના દરોમાં ઘટાડો ઈચ્છતી હતી. જિયોની નજરમાં આઈયુસી વર્તમાન ઓપરેટરો દ્વારા ઉભી કરવામાં આવેલી કૃત્રિમ અડચણ છે. એવું મનાય રહ્યું છે કે ટ્રાઈના નિર્ણયથી સીધો ફાયદો જિયોને પહોંચશે કેમ કે તેનો આ બાબતે ખર્ચ ઓછો થઈ જશે. એરટેલ, વોડાફોન ઈન્ડિયા અને આઈડિયા જેવી મોટા ટેલિકોમ ઓપરેટર પર જિયોના ઘણા આઉટગોઈંગ કોલ આવે છે.
જિયો ‘બીલ એન્ડ કીપ’ની રીત અપ્નાવવાના પક્ષમાં છે. તેમાં કંપ્નીઓ એકબીજાની જગ્યાએ ગ્રાહકો પાસેથી વસૂલાત કરી શકે છે. જિયો વોઈસ કોલ માટે 4જી આધારિત (વોલ્ટી) ટેકનીકનો ઉપયોગ કરે છે.

print

Comments

comments

VOTING POLL