મોબ લિંચિંગ : કોંગ્રેસ નાની બાબતો ને મોટી કરી રહી છે

July 25, 2018 at 8:35 pm


દેશમાં એક પછી એક મોબ લિંચિંગની થઇ રહેલી ઘટના અંગે પ્રતિક્રિયા આપતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે, આ મામલાઆેને બિનજરૂરીરીતે મહત્વ આપવામાં આવી રહ્યું છે. યોગી આદિત્યનાથે 1984માં રમખાણોમાં માર્યા ગયેલા લોકોના સંદર્ભમાં વાત કરતા કહ્યું છે કે, જો મોબ લિંચિંગના સંદર્ભમાં વાત કરવામાં આવે છે તાે 1984માં જે ઘટનાઆે બની હતી તે કયા પ્રકારની ઘટનાઆે હતી. કાેંગ્રેસ પાટીૅ આ મુદ્દાને બિનજરૂરીરીતે મહત્વ આપી રહી છે. યોગીએ કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા રાજ્યનાે વિષય છે. કાેંગ્રેસની ઇચ્છા છે કે, નાના મુદ્દાઆેને મોટીરીતે રજૂ કરવામાં આવે પરંતુ અમા તેમને ક્યારે પણ સફળતા મળશે. રાજસ્થાનના ભાજપ નેતા જશવંત યાદવની જેમ જ યોગીએ પણ કહ્યું છે કે, તમામને બીજાઆેની ભાવનાઆેનું ધ્યાન રાખવું જોઇએ. તેમણે કહ્યું હતું કે અમે તમામ લોકોને સુરક્ષા આપી રહ્યાા છે પરંતુ દરેક વ્યક્તિ, દરેક સમુદાય અને દરેક ધર્મની જવાબદારી બને છે કે તે બીજાના ધર્મ અને જાતિને અપમાનિત ન કરે. માનવી સાૈથી મહત્વપૂર્ણ છે પરંતુ ગાય પણ મહત્વપૂર્ણ છે. પકૃતિમાં બંને બાબતાે પાેતપાેતાનીરીતે મહત્વપૂર્ણ છે. બંનેનું રક્ષણ થવું જોઇએ. સંસદમાં કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાનને ગળે લગાવવાના સંદર્ભમાં વાત કરતા યોગીએ કહ્યું હતું કે, સમગ્ર દેશ દ્વારા રાહુલ ગાંધીની હરકતાેને ફગાવી દેવામાં આવી છે. અવિશ્વાસ પ્રસ્તાવથી કાેંગ્રેસ પાટીૅ ખુલ્લી પડી ગઈ છે. પ્રસ્તાવ દરમિયાન વિપક્ષના નિવેદન અને તરીકાઆે બિલકુલ અયોગ્ય હતા. તેમના અસલી ચહેરાઆે લોકોની સામે આવી ગયા છે. માત્ર 16 મહિનામાં જ ઉત્તરપ્રદેશના તમામ વિસ્તારોના પ્રવાસને લઇને યોગીએ કહ્યું હતું કે, આ તેમના માટે સાૈભાગ્યની વાત છે કે, સમગ્ર રાજ્યના પ્રવાસ તેઆે કરી ચુક્યા છે. કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આટલા આેછા સમય ગાળાની અંદર અમે દરેક જિલ્લામાં પહાેંચ્યા છે. રિવ્યુ કમિટિની બેઠકો યોજી છે. વિકાસ કાયોૅને આગળ લઇ જવાના કારમ કર્યા છે. મોબ લિંચિંગની ઘટનાઆે હાલમાં દેશભરમાં બની રહી છે. આને લઇને વારંવાર જુદા જુદા અહેવાલો આવી રહ્યાા છે. ગઇકાલે સંસદમાં આના મુદ્દે ચર્ચા થઇ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના અલવરના રકબર ખાન ઉફેૅ અકબર ખાન નામના શખ્સની ભીડ દ્વારા માર મારીને હત્યા કરી દેવામાં આવ્યા બાદ તેની ગુંજ ગઇકાલે સંસદમાં પણ જોવા મળી હતી. અલવર કાંડના મુદ્દાને ઉઠાવીને વિપક્ષે સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને આને રોકવા માટે જરૂરી પગલા લેવાની રજૂઆત પણ કરી હતી. કાેંગ્રેસે મોબ લિંચિંગની ઘટનાઆેના મુદ્દે ભારે હોબાળો મચેલો છે. કાેંગ્રેસે આ ઘટનાઆેની સુપ્રીમ કોર્ટમાં વતૅમાન જજ મારફતે તપાસ કરાવવાની માંગ કરી હતી. કાેંગ્રેસ તરફથી આ પ્રકારની માંગ કરવામાં આવ્યા બાદ રાજનાથિંસહે કહ્યું હતું કે, સરકાર આ પ્રકારની ઘટનાઆેને લઇને ગંભીર છે અને આને રોકવા માટે જો નવા કાયદાની જરૂર પડશે તાે તે પણ કરશે.

print

Comments

comments

VOTING POLL