મોબ લિન્ચિંગના દોષીઓનું જયંત સિન્હાએ કર્યું સ્વાગત, પહેરાવી માળા

July 7, 2018 at 10:51 am


કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ રામગઢ લિંચિંગ કેસના આઠ દોષીઓનું સ્વાગત કર્યું અને તેમને માળા પહેરાવી. તમને જણાવી દઈએ કે ગત વર્ષે 27 જૂને લગભગ 100 ગૌરક્ષકોની ભીડે પશુ વ્યાપારી અલીમુદ્દીન અંસારીને હજારીબાગ જીલ્લાના રામગઢમાં ધોળાદિવસે મારી નાખ્યો હતો. જયંત સિન્હા હજારીબાગ લોકસભા સીટના સાંસદ છે. ભીડ દ્વારા ઢોર માર મારીને મારી નાખવાના આ મામલામાં ફાસ્ટ ટ્રેક કોર્ટે રેકોર્ડ પાંચ મહિનામાં સુનાવણી કરીને આ વર્ષે 21 માર્ચે 11 આરોપીઓને ઉંમરકેદની સજા સંભળાવી હતી.
કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ આ મામલામાં પોલીસ તપાસ પર પ્રશ્ન ઉઠાવ્યા છે અને સીબીઆઈ તપાસની માંગ કરી છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા સજા મળ્યા બાદ તમામ દોષીઓ ઝારખંડ હાઈકોર્ટની શરણે ગયા હતા. અહીંથી આઠને 29 જૂને જામીન મળ્યા હતા. બુધવારે આ લોકો જયપ્રકાશ નારાયણ સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા હતા. અહીંથી તે સીધા જયંત સિન્હાના ઘરે ગયા હતા, જ્યાં મંત્રીએ તેમનું માળા પહેરાવી સ્વાગત કર્યું. આ લોકો બીજેપી ઓબીસી મોચર્નિા અધ્યક્ષ અમરદીપ યાદવના નેતૃત્વમાં સિન્હાના ઘરે ગયા હતા.
અમરદીપ યાદવે જણાવ્યું કે, જયંત સિન્હા હંમેશા માનતા હતા કે, આ લોકો નિર્દોષ છે અને તેમને ફસાવવામાં આવ્યા છે. જેથી તેમણે પોતાની ક્ષમતાથી આ લોકોની કાયદાકીય અને આર્થિક મદદ કરી છે. નિર્દોષ લોકોનો સાથ આપવો તેમાં કઈ ખોટુ નથી. ત્રણ અન્ય દોષીઓની વાત કરતા કહ્યું કે, આશા રાખીએ છીએ કે તેમને પણ જામીન મળી જાય.
યાદવે દાવો કર્યો કે, જયંત સિન્હાએ જાતે આ મામલાના કાગળ જોયા હતા અને વકીલો સાથે વાતચીત કરી છે. ન્યૂઝ 18 દ્વારા જયંત સિન્હા સાથે વાત કરવાની કોશિસ કરવામાં આવી, પરંતુ તેમની ઓફિસમાંથી જવાબ મળ્યો કે, તે વ્યસ્ત છે અને હાલ પ્રતિક્રિયા નહીં આપી શકે.

print

Comments

comments

VOTING POLL