મોરબીનાં કારખાનામાં યુવાનને વીજશોક લાગતા મોત: અરેરાટી

October 6, 2017 at 1:13 pm


મોરબી કારખાનામાં કામ કરતાં યુવાનને વીજશોક લાગતાં મૃત્યુ નીપજયું છે. મોરબીના લીલાપર રોડ પર આવેલ નળિયાના કારખાનામાં કામ કરતા યુવાનનું વીજશોકથી મોત નીપજયું હતું. એકના એક દીકરાના મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો.

જાણવા મળતી વિગત મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલ લોકમાન્ય ટાઈલ્સ પ્રા.લી. નામના નળિયાના કારખાનામાં કામ કરતાં વાંકાનેરના મનિષ શામજીભાઈ બ્રાહ્મણ ઉ.વ.20 નામનો યુવાન લાઈટનું કામ કરી રહ્યો હતો. ત્યારે તેને વીજશોક લાગતા તેનું કણ મોત નીપજયું હતું. તેના ડેડબોડીને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયું હતું. બનાવની જાણ થતાં મૃતક યુવાનનો પરિવાર હોસ્પિટલ દોડી ગયો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, મૃતક યુવાન જે કારખાનામાં કામ કરતો તેની બાજુમાં બંધ પડેલ પેપરમીલના કારખાનામાં ત્યાં કામ કરતી વખતે આ બનાવ બન્યો હતો.

print

Comments

comments

VOTING POLL