મોરબીના રોહીશાળા ગામની સીમમાંથી 300 બોટલ દારૂ અને 96 બીયર મળી આવ્યા

March 20, 2017 at 12:12 pm


મોરબી જિલ્લાના રોહીશાળા ગામની સીમમાંથી 300 બોટલ દારૂ અને 96 નંગ બીયરનો જથ્થો મળી આવતા પોલીસે કબજો મેળવી આરોપીઆેને ઝડપી લેવા ચક્રાેગતિમાન કર્યા છે. મોરબી એલસીબીને રોહીશાળા ગામની સીમમાં વિદેશી દારૂનું કટીગ થતું હોવાની બાતમીના આધારે દરોડો પાડતા પોલીસને જોઈ હળવદ તાલુકાના દેવળીયા ગામના નામચીન બુટલેગર બંધુ નાશી છુટયા હતાં.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મોરબી તાલુકાના રોહીશાળા ગામ નજીક આવેલ ખાખરેચીની સીમમાં વિદેશી દારૂનુ કટીગ થતું હોવાની એલસીબી સહિતનો પોલીસ કાફલો દોડી જઈ દરોડો પાડતા કાર નં. જીજે.1-3825 પોલીસને જોઈ નાશી છુટી હતી. પોલીસને ઘટના સ્થળેથી 90 હજારની કિંમતની 300 બોટલ વિદેશી દારૂ તેમજ 9600 રૂપિયાની કિંમતનો 96 નંગ બીયર મળી આવતા પોલીસે કબજો લઈ કારમાં નાશી જનાર હળવદ તાલુકાના દેવળીયા ગામનો આશીફ ઉર્ફે અશોક ઈકબાલ મુલતાની અને વિજય જયંતી અઘારા નામના બુટલેગરબંધુને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા હતાં.

print

Comments

comments

VOTING POLL