મોરબીમાં કારચાલકે બાઈકને ઠોકરે ચડાવતા યુવાનનું મોત

January 12, 2018 at 11:44 am


મોરબીના નવલખી રોડ પર લાયન્સનગર પાસે ગઈકાલે રાત્રીના કારચાલકે બાઈકને ઠોકરે ચડાવતા યુવાનને શરીરે ગંભીર ઈજા થતાં સારવારમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું છે. બનાવ અંગેની વિગત મુજબ મોરબીમાં નવલખી રોડ પર લાયન્સનગરમાં રહેતો તુષાર યશવંતભાઈ આચાર્ય ઉ.વ.30 નામનો યુવાન ગઈકાલે રાત્રીના સાડાદસેક વાગ્યે પોતાનું બાઈક લઈ જતો હતો ત્યારે દાદા ભગવાન મંદિરથી ઘરે આવતો હતો ત્યારે નવલખી રોડ પર રોકડિયા હનુમાન મંદિર પાસે ગાડી નં.જીજે3બીએ 6592 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા યુવાનને હાથે-પગે ગંભીર ઈજા થતાં પ્રથમ સારવાર મોરબી બાદ વધુ સારવારમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

print

Comments

comments

VOTING POLL