મોરબીમાં ત્રણ સિરામિક એકમો પર ઈન્કમટેકસનો સર્વે

January 12, 2018 at 11:45 am


મોરબીના ત્રણ સિરામિક યુનિટ પર રાજકોટ આવકવેરા વિભાગને દરોડા પાડતા ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. ગઇકાલ સાંજથી રાજકોટ રેન્જના સીસીઆઈટી-3ની ટીમે મોરબીમાં આવેલા ત્રણ સિરામિક એકમોની પેઢી, ફેકટરી સહિતના સ્થળોએ સર્વે હાથ ધર્યો છે. જે હજુ પણ ચાલુ છે.

રાજકોટ આવકવેરાના સીસીઆઈટી-3ના જોઈન્ટ કમિશનર પ્રવીણ વમર્નિા માર્ગદર્શન તળે મોરબી રેન્જના અધિકારી રવીપ્રકાશની ટીમ દ્વારા ગત મોડી સાંજે ત્રણ પેઢીમાં સર્વેનો ધમધમાટ શ કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ આ ત્રણ પેઢીના સંચાલકો દ્વારા મોટાપાયે ટેકસ ચોરી કરવામાં આવી રહી હોવાનું બહાર આવતા આઈટીની ટીમે દરોડા પાડયા હતાં. હજુ પણ આ કામગીરી મોડી સાંજ સુધી ચાલે તેવી શકયતા છે.

રાજકોટ સ્થિત જોયાલુકકાસમાં આઈટીના સર્ચ સર્વેને હજુ બે દિવસ થયા છે ત્યારે જ આઈટીએ મોરબીના સિરામીક એકમો પર કામગીરી શ કરતા કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. આઈટીના સુત્રોના જણાવ્‌યા મુજબ આ ત્રણેય પેઢી દ્વારા ટર્નઓવરની સામે મોટાપાયે ટેકસ ચોરી કરાતી હોવાની જાણવા મળ્યું હતું. જેને પગલે સર્વે હાથ ધરતા આ તપાસમાં બિનહિસાબી દસ્તાવેજો આઈટીના હાથમાં આવ્યા છે જે ડોકયુમેન્ટસ સહિતના સાહિત્ય ઈન્મકટેકસે પોતાના કબજામાં લઈ હજુ પણ તપાસ યથાવત રાખી છે.

print

Comments

comments

VOTING POLL