મોરબીમાં ત્રણ સ્થળે પોલીસના દરોડા: જુગાર રમતા 19 ઝડપાયા

August 12, 2017 at 12:02 pm


મોરબી પંથક્માં શ્રાવણીયો જુગાર રમતા પતાપ્રેમીઓને પકડવા પોલીસ પણ સક્રિય થઈ હોય તેમ ગત રાત્રીના પેટ્રોલિંગ દરમિયાન ત્રણ સ્થળે જુગારના દરોડા પાડી 19 પતાપ્રેમીને ઝડપી લઈ તેની પાસેથી 72610ની મતા કબજે કરી છે.

મોરબીના કાંતિનગરમાં દુકાન પાસે જાહેરમાં રમાતા જુગાર પર દરોડો કરીને પોલીસે રાયસંગ શંભુ બાવરીયા, બીપીન રમેશ ડાભી, બાબુ ભૂપત બાવરીયા, શાની રાયસંગ બાવરીયા, વશરામ કરશન રાઠોડ અને વિશાલ પ્રવીણ બાંભણીયા એમ છને ઝડપી લઈને 17,600 ની રોકડ જપ્ત કરી છે જયારે મોરબીના ખાનપર ગામે તાલુકા પોલીસે દરોડો કરીને આરોપી ભગી લાખા ડાવેરા, દેવજી કરશન પરમાર, અલારખા રહીમ ગોધવિયા, કિશન કનું વાઘેલા, જાવેદ રહીમ ગોધવિયા, કલ્યાણ વીરજી સોલંકી, મયુર ભરત ચુડાસમા અને કાના હીરા જીલરીયા એમ આઠને ઝડપી લઈને 11,640 ની રોકડ જપ્ત કરી છે તે ઉપરાંત મોરબી તાલુકા પોલીસે વાઘપર ગામની સહકારી મંડળી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કરીને આરોપી અરવિંદ ધનજી સુરાણી, વિશાલ વિઠ્ઠલ કડિયા, ગોપાલ કાનજી બોરીચા, ખીમજી ભગવાનજી બાવરવા, જગજીવન શાંતિલાલ કડીવાર એમ પાંચ આરોપીને ઝડપી લઈને રોકડ રકમ 43,370 જપ્ત કરી કુલ ત્રણ દરોડા કાર્યવાહી માં 19 આરોપી ઝડપી લઈને 72,610 ની રોકડ જપ્ત કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL