મોરબીમાં બંધને પગલે એસટીના 14 ગ્રામ્ય રૂટ કેન્સલ કરાયાઃ પોલીસ બંદોબસ્ત

September 10, 2018 at 12:45 pm


કાેંગ્રેસ દ્વારા વધતા જતા પેટ્રાેલ અને ડીઝલના ભાવોના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હોય જેને પગલે સવારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

કાેંગ્રેસના બંધના એલાનને પગલે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવનીમાં કાેંગ્રેસી કાર્યકરોએ સવારથી મોરચો સાંભળ્યો હતો અને નહેરુ ગેઇટ ચોક તેમજ ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં વેપારીઆેને બંધમાં જોડાવવાની અપીલ કરી હતી તે ઉપરાંત સુપરમાર્કેટ સહિતના વિસ્તારોના વેપારીઆેને બંધમાં જોડાઈને સફળ બનાવવા અપીલ કરવામાં આવી હતી.

બંધના પગલે એસટી સેવાઆે પ્રભાવિત થઇ હતી જેમાં સલામતીના ખાતર ગ્રામ્ય રુટની બસોને નજીકના પોલીસ મથક અથવા ડેપો પરત બોલાવી દેવામાં આવી હતી તો આજે ગામડાના 14 જેટલા રુટ કેન્સલ કરવામાં આવ્યા છે જોકે બપોર બાદ સ્થિતિ સામાન્ય થતા પુનઃ બસો દોડવા લાગશે તો હાઈવે રુટની બસોની સેવા ચાલુ જ હોવાનું ઇન્ચાર્જ ડેપો મેનેજર અનિરુÙસિંહ જણાવી રહયા છે.

print

Comments

comments

VOTING POLL