મોરબી એસટી કર્મચારીઆે આંદોલનના માર્ગેઃ તા.13,14 સૂત્રોચ્ચાર, દેખાવો, 20,21ના રામધૂન, ઘંટનાદ

August 7, 2018 at 4:15 pm


રાજ્યના એસટી નિગમ મેનેજમેન્ટ અને સરકાર એસટી નિગમને ખાનગીકરણ માટેની આંધળી દોટ મૂકી રહી છે અને એસટી નિગમમાં એક્સપ્રેસ રુટમાં ખાનગી બસો ભાડે લઈને મળતિયાઆેને ફાયદો કરાવવામાં આવી રહ્યાે છે જેના વિરોધમાં એસટી કર્મચારીઆે વિરોધ કરી રહ્યા છે અને આેગસ્ટ માસમાં વિવિધ વિરોધના કાર્યક્રમો આપવામાં આવશે

મોરબી એસટી નિગમ કર્મચારી યુનિયન દ્વારા આેગસ્ટ માસમાં એસટી નિગમના ખાનગીકરણણા વિરોધમાં વિવિધ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જેમાં તા. 06 થી 8 આેગસ્ટ દરમિયાન કાળી પટ્ટી બાંધી વિરોધ, તા. 13 અને 14 ના રોજ સુત્રોચ્ચાર કરી વિરોધ કરાશે તેમજ તા. 20 અને 21 આેગસ્ટના રોજ રામધુન અને ઘંટનાદ કરીને વિરોધ દશાર્વવામાં આવશે એસટી નિગમણા ખાનગીકરણને કારણે અંતરિયાળ ગામોમાં મળતી બસ સુવિધા છીનવાઈ જશે તેમજ કર્મચારીઆેપણ સતત ભયના આેથાળ હેઠળ મુકાઈ જશે નિગમના ખાનગીકરણના વિરોધમાં આેગસ્ટ માસમાં કર્મચારીઆે વિરોધ પ્રદર્શન કરશે જેમાં મોરબી એસટી ડેપોના કર્મચારીઆે પણ જોડાશે તેમ યુનિયન પ્રમુખ ડી.એન. ઝાલાએ જણાવ્યું છે.

print

Comments

comments

VOTING POLL