મોરબી ગર્લ્સ હાઈસ્કૂલમાં ગોઠણડૂબ પાણી છતાં ચૂંટણીલક્ષી કામગીરીનાં આદેશ

July 17, 2017 at 12:34 pm


મોરબી જિલ્લાને બે દિવસ સુધી ધમરોળી આખરે રવિવારે મેઘરાજાએ પોરો ખાતા લોકોના જીવમાં જીવ આવ્યો છે અને જનજીવન સામાન્ય બની રહ્યું છે પરંતુ તંત્રના પાપે નાગરિકોને વરસાદના વિરામ બાદ પણ મુશ્કેલીઓનો સામનો કરવાનો આવે છે. તો સરકારી કર્મચારીઓને પણ કેવા વિચિત્ર આદેશો અપાય છે તેનું ઉદાહરણ જોવા મળ્યું હતું. આજે મોરબીની ગર્લ્સ હાઈસ્કૂલમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવા છતાં ચુંટણીલક્ષી કામગીરી માટેના આદેશ આપવામાં આવ્યા હતા.

મોરબીમાં પડેલા વરસાદને પગલે શહેરના અનેક મુખ્યમાર્ગો પાણી પાણી થઈ ગયા છે તો મેઘરાજાએ પાલિકા તંત્રની પણ પોલ ખોલી નાખી છે. તંત્રના અનેક દાવા છતાં પ્રી મોન્સૂન કામગીરી કેવી રહી તેની પોલ બે દિવસના વરસાદમાં ખુલી છે. શહેરના અનેક મુખ્યમાર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાં પણ ભરાયેલા જોવા મળ્યા હતા ગઇકાલેે રવિવાર હોવાથી ફેક્ટર સુપરવાઈઝર એન.પી.પટેલના આદેશ પ્રમાણે મોરબી પાલિકાના 6 જેટલા કર્મચારીઓ ચુંટણીલક્ષી મતદાર સુધારણા યાદી કામગીરી માટે ગર્લ્સ હાઈસ્કૂલ મોકલવામાં આવ્યા હતા જોકે સ્કૂલના પટાંગણમાં પાણી ભરાયેલા હોવાથી અહી કામગીરી કેવી રીતે કરવી તે પ્રશ્ન સતાવતો હતો અને કર્મચારીઓએ મામલતદારને સમસ્યા અંગે જાણ કરી હતી જોકે કામગીરી કરવાની જ છે તેવા આદેશો આપવામાં આવતા કર્મચારીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. અને અંતે વચલો રસ્તો કાઢીને નજીકમાં આવેલી બી ડીવીઝનની પોલીસ ચોકીમાં બેસીને કામગીરી સાંભળી હતી જોકે તંત્રના જ ઉપરી અધિકારીઓ નીચલા અધિકારીઓ પ્રત્યે સંવેદના દશર્વિતા નથી તેવો ઘાટ પણ આજે જોવા મળ્યો હતો.

print

Comments

comments

VOTING POLL