મોરબી-ટંકારા-માળિયામાં જાહેરમાં જુગાર રમતા 14 ઝડપાયા

August 30, 2018 at 11:10 am


મોરબીના રવાપર ધુનડા રોડ હરીઓમ સ્ટોનની બાજુમાં જાહેરમાં જુગાર રમતા સુનીલ રમેશ નાંધાણી વાંજા, રાહલ શામજી નાંધાણી, સંતોષ મહેશ નાયકને પોલીસે 5810ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
ટંકારા તાલુકાના મોટા રામપર મહેન્દ્રપુર ગામે જયપાલસિંહના મકાનની સામે જુગાર રમતા ભગીરથસિંહ બલભદ્રસિંહ જાડેજા, કનકસિંહ મેભા ઝાલા, નરભેરામ નરશી આદ્રોજા, કાનજી ડાયા ચૌહાણ, અબ્બાસ અલારખા કુરેશી, કિશોર લખમણ પઢારીયા, યશવંતસિંહ દિગ્વીજયસિંહ ઝાલા, જયપાલ મહેન્દ્ર રાણાને પોલીસે ા.30,460ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
ત્રીજા બનાવમાં માળીયા મીંયાણા તાલુકાના ખીરઈ ગામની સીમમાં જુગાર રમતા હશેન હાન મોવર, કાદર કાસમ મિયાણા અને બેચર શિવા પટેલને પોલીસે ા.3910ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
ટંકારા કારખાનામાં અકસ્માતે તણીનું મોત
ટંકારાના વિરપર ગામ પાસે આવેલ સંસ્કૃત પ્લાસ્ટીક નામના કારખાનામાં બીજા માળેથી કામ કરતા પટકાતા શાંતિબેન નાનકભાઈ આદિવાસી ઉ.વ.13 રહે. મુળ ધુલીયાળી સગીરાનું સારવાર દરમિયાન મોત થયું હતું.

print

Comments

comments

VOTING POLL