મોરબી ટ્રાફિક પોલીસનો હાઈવે પર ઉઘરાણાનો વીડિયો થયો વાયરલ

March 28, 2018 at 11:37 am


મોરબીના માળિયા પીપળીયા હાઈવે પર ટ્રાફિક પોલીસ કામગીરી બજવતી હોય છે અને હાઈવે પર ટ્રાફિક કામગીરી તેમજ નાગરિકોની સલામતી ની જવાબદારી હાઈવે પોલીસ પાસે હોય છે જોકે હાઈવે પોલીસ લોકોની સુરક્ષાની ચિંતા કરવાને બદલે ઉઘરાણામાં વ્યસ્ત હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો આજે સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં હાઈવે પરની ટ્રાફિક પોલીસ ટ્રક ચાલકો પાસેથી ઉઘરાણા કરતી હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. હાઈવે પર ખાનગી કારમાં અન્ય માણસો સાથે રાખીને ટ્રાફિક પોલીસના જવાન ઉઘરાણા કરતા જોવા મળી રહ્યા છે તો ટ્રક ચાલક પાસેથી ચોક્કસ રકમની માંગણી થતી પણ વિડીયોમાં જોઈ શકાય છે આ વિડીયો સોશ્યલ મીડિયામાં કોઈએ વાયરલ કરી દીધો હોય તો પોલીસના ઉઘરાણાના હવે પુરાવા પણ મળી રહ્યા છે તો આ અગે પોલીસ ઉચ્ચ અધિકારો સાથે વાત કરતા તેમેણ જાણવું હતું કે આ વિડીયો હજુ જોયો નથી પણ જે પણ પોલીસ કર્મીએ એમાં કસુરવાર હશે તેની સામે પગલા લેવમાં આવશે તેને પણ જરા પણ સાખી લેવામાં નહી આવે.

print

Comments

comments

VOTING POLL