મોરબી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પાસ ઝંપલાવે તેવી શકયતા

September 10, 2018 at 12:17 pm


મોરબી નગરપાલિકાની પેટા ચુંટણીમાં ફોર્મ ભરાવવાનો પ્રારંભ થઇ ચુક્યો છે અને ભાજપે ફોર્મ ભરવાના શ્રી ગણેશ કર્યા છે જોકે કાેંગ્રેસના એકપણ ઉમેદવારીનું ફોર્મ ભરાયું નથી ત્યારે તમામ છ બેઠકો માટે પાસના ટીમ પણ ઉમેદવારી નોધાવે તેવી શક્યતા સેવાય રહી છે. મોરબી પાલિકાના ચાર વોર્ડની છ બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રqક્રયા શરુ થઇ ચુકી છે અને સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ત્યારે ભાજપના ત્રણ ફોર્મ ભરાઈ ગયા છે પરંતુ કાેંગ્રેસના ઉમેદવારે હજુ ફોર્મ ભર્યું નથી તો હાલ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કાેંગ્રેસ છ બેઠકો માટે કોણે ઉમેદવારી નોધાવે તેની વિચારણા ચાલી રહી છે તો બીજી તરફ પાસના ઉમેદવારો પણ આં છ બેઠકો પર ઉમેદવારી નોધાવે તેવી સંભાવના હોવાનું સુત્રાેં જણાવી રહ્યા છે ત્યારે છ બેઠકો પરથી જો પાસના ઉમેદવારો મેદાનમાં ઝંપલાવે તો ત્રિપાંખીયો જંગ જોવા મળી સકે છે.

print

Comments

comments

VOTING POLL