મોરબી: પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર ઇસમ જેતપુર ગામેથી ઝડપાયો

August 30, 2018 at 11:11 am


મોરબી તાલુકાના ગામની એક પરિણીતા ઘરે એકલી હોય ત્યારે એકલતાનો લાભ લઈને એક શખ્શ તેના ઘરમાં ઘુસી જઈને પરિણીતાની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોય જે મામલે તાલુકા મથકમાં ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો છે.
મોરબીથી 30 કિમીના અંતરે આવેલા ગામમાં રહેતી પરિણીતાએ દુષ્કર્મ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં ભોગ બનનાર પરિણીતાએ જણાવ્યું હતું કે છે કે બપોરના સુમારે તે ઘરે એકલી હોય અને ઘરમાં સુતી હોય દરમિયાન એકલતાનો લાભ લઈને આરોપી લાલજી ધનજી સાતોલીયા કોળી (ઉવ 25) રહે જેતપર (મચ્છુ) વાળો તેના ઘરમાં ઘુસી ગયો હતો અને બળજબરીપૂર્વક તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણીને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું જે દુષ્કર્મના ગુન્હા અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી હતી જેમાં તાલુકા પોલીસની ટીમે આરોપીને જેતપર ગામની નદીના પુલ નજીકથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL