મોરબી: વાંકાનેરની મોહજાળમાં ફસાવનાર સાધુ ચાર દિવસના રિમાન્ડ પર, બન્ને મોબાઈલ ફોરેન્સિક લેબમાં મોકલાયા

February 3, 2018 at 11:34 am


મોરબી જિલ્લાના વાંકાનેરની યુવતીને બોગસ ફેસબુક એકાઉન્ટની માયાજાળામાં ફસાવી બિભત્સ ફોટો મંગાવી લગ્નનું દબાણ કર્યાની અરજીના આધારે મોરબી જિલ્લા એલસીબીએ ઝડપી લીધેલ સાધુને ચાર દિવસ રિમાન્ડ પર સોપાયા છે તેમજ સાધુના બન્ને મોબાઈલની ઉંડાણપૂર્વકની તપાસ કરવા મોબાઈલ ફોરેન્સીક લેબમાં મોકલી અપાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાંકાનેરની એક યુવતીને એક શખસ યુએસના નામે ફેસબુક એકાઉન્ટમાં ચેટીગ કરીને તેને મોહજાળમાં ફસાવી તેની પાસેથી બિભત્સ ફોટો મંગાવી બ્લેકમેઈલીગ કરનાર ધોરાજીના કલાણાનો સાધુ ગૌતમ ઉર્ફે ગૌતમનાથ જગદિશચંદ્ર ગાેંડલીયા હોવાનું સ્પષ્ટ થતાં મોરબી એલસીબીએ તેને ઝડપી લીધો હતો. પ્રકરણની પુરી તપાસ કરવા સાધુને સાત દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ કેસના તપાસનીશ એએસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, ઉચ્ચ અભ્યાસ કરનાર અને સાધુ બન્યા બાદ ગોરખદંધાના રવાડે ચડી ગયેલ આ શખસ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં ખુબ માહેર છે. તેના એક મોબાઈલમાં ત્રણ વોટસએપ અને એક ફેસબુક એકાઉન્ટ તથા બે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચે. તેના બન્ને મોબાઈલમાંથી અિïલલ સાહિત્ય મળી આવ્યું છે. આથી તે વધુ કોઈ યુવતીઆેને આ રીતે ફસાવી બ્લેકમેઈલ કરતો હતો કે કેમ, તે જાણવા તેના તમામ સોશ્યલ મિડીયાના એકાઉન્ટની તપાસ કરવા તેના બન્ને મોબાઈલ ફોરેન્સીક લેબમાં મોકલાયા છે અને તપાસ ચાલી રહી છે.

print

Comments

comments

VOTING POLL