મોરબી હાઈવે પર પીકઅપવાન પલટી ખાઈ ગયું

January 12, 2019 at 11:25 am


મોરબી રાજકોટ હાઈવે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ છાશવારે અકસ્માત સજાર્તા રહે છે જેમાં શુક્રવારે ટ્રક અને કારની ટક્કરમાં એક યુવાનનું મોત થયું હતું તો આજે વધુ એક વાહન પલટી મારી ગયું હતું જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
મોરબી રાજકોટ હાઈવે પર આજે સવારે એક પીકઅપ પલટી મારી ગઈ હતી હાલ હાઈવે બની રહ્યાે હોય જે ફોર ટ્રેક કામગીરીને પગલે રોડની બંને સાઈડ માટીના ઢગલા જોવા મળે છે જેને પગલે પીકઅપ પલટી મારી ગઈ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે લજાઈ નજીક આવેલ મોરબી એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરીની ગાડીના ડ્રાઈવર અશોકભાઈ હાઈવે પરથી જતા હોય ત્યારે પીકઅપ પલટી ગઈ હતી જોકે અકસ્માતમાં ચાલકનો બચાવ થયો છે તો વધતા જતા અકસ્માતો રોકવા તંત્ર કોઈ ગંભીરતા દાખવતું નથી તે કડવું સત્ય છે.

print

Comments

comments

VOTING POLL