મોહન ભાગવતના કાફલાને નડ્યો અકસ્માત: ભાગવત સુરક્ષિત

October 6, 2017 at 11:07 am


સંઘ પ્રમુખ મોહન ભાગવત શુક્રવારે એક ગંભીર અકસ્માતમાં બચી ગયા છે. કહેવાય છે કે યમુના એક્સપ્રેસ પરથી તેમનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે ગાડીઓ એકબીજા સાથે અથડાઈ ગઈ. મોહન ભાગવત મથુરા તરફ જઈ રહ્યા હતા. દુર્ઘટનામાં તેઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મથુરાના સુરીર વિસ્તાર પાસે મોહન ભાગવતના કાફલાને અકસ્માત નડ્યો હતો. જેમાં એક કારનું ટાયર ફાટવાના કારણે બીજી ગાડીઓ સાથે ટક્કર થઈ હતી. સંઘ પ્રમુખ એકદમ સુરક્ષિત છે. દુર્ઘટનામાં તેમને કોઈ નુકસાન નથી થયું. પછી બીજી કારમાં બેસીને ત્યાંથી આગળ જવા માટે રવાના થઈ ગયા હતી. મથુરામાં તેમનો કાર્યક્રમ છે તેમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

print

Comments

comments

VOTING POLL