મ્યુનિ. મિલ્કતાેને નુકસાન બદલ પાેલીસ ફરીયાદ દાખલ કરાશે

February 17, 2017 at 10:34 am


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ બેઠક દરમ્યાન ગઈકાલે કરાવમાં આવેલી તાેડફોડ બાદ સરકારી મિલ્કતાેને નુકસાન પહાેંચાડવા સંદર્ભમાં મ્યુનિસિપલ તંત્ર તરફથી આજે શહેરના કારંજ પાેલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવાશે. જ્યારે કાેંગ્રેસી કોપાેૅરેટરો સામે ફરીયાદ કરવા મામલે બપાેર બાદ નિર્ણય કરવામાં આવશે. આ અંગેની વિગત મુજબ, ગઈકાલે મ્યુનિસિપલ કોપાેૅરેશનમાં બજેટ મંજૂર કરવા અંગે મળેલી બેઠકમાં કાેંગ્રેસના કોપાેૅરેટર શાહનવાઝ દ્વારા વડાપ્રધાનને લઈ કરવામાં આવેલી ટીપ્પણી બાદ ગૃહમાં ભારે હંગામો મચી જવા પામ્યો હતાે. ઉપરાંત માઈક તાેડવાથી લઈને અન્ય ચીજોની તાેડફોડ કરી ભારે નુકસાન પહાેંચાડવામાં આવ્યું હતું.

આ મામલે મેયર ગાૈતમ શાહને પૂછતાં તેમણે કહ્યું છે કે, સરકારી માલ-મિલ્કતને નુકસાન પહાેંચાડવા મામલે વહીવટીતંત્ર તરફથી શહેરના કારંજ પાેલીસ મથકમાં ફરીયાદ નાેંધાવવામાં આવશે જ્યારે ગઈકાલની તાેડફોડ સંદર્ભમાં કાેંગ્રેસના કોપાેૅરેટરો સામે પાેલીસ ફરીયાદ કરવા અંગે બપાેર બાદ મળનારી હોદ્દેદારોની બેઠકમાં નિર્ણય કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL