યુએલસીનીની આણંદપરની 18700 ચો.મી. જમીનનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

August 11, 2017 at 3:47 pm


આણંદપર સર્વે નં.65ની 10318 ચો.મી. અને સર્વે નં.191ની 9427 ચો.મી. જમીનની માલિકીનો છેલ્લા 28 વર્ષથી ચાલતો કેસ આખરે સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યો છે. આ જમીન અમારી માલિકીની છે તેવી મતલબનો દાવો ફુલીબેન રણછોડભાઈ જાદવ સહિતનાઓએ કેસ કર્યો છે. રાજકોટ કલેકટર તંત્રથી માંડી છેક હાઈકોર્ટ સુધી આ કેસમાં સરકારનો વિજય થયો છે અને હવે અરજદારોએ આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરી છે.
અરજદારની રિટને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા કલેકટરે સુપ્રીમ કોર્ટમાં આ કેસના કાગળો રજૂ કરવા સહિતની કામગીરી માટે રાજકોટ તાલુકા મામલતદારને અધિકૃત કરતો હકમ પણ કરી દીધો છે.

ખેતીની જમીનને લગતા આ કેસની વિગત એવી છે કે, રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા યુએલસી અંતર્ગત આ જમીનનો કબજો લેવામાં આવ્યો હતો. કુલ 19745 ચો.મી. ફાજલ કરેલી આ જમીન જે તે સમયે 25 ચો.વારના પ્લોટમાં 228 લાભાર્થીઓને ફાળવવામાં આવી હતી પરંતુ નિયત સમય મયર્દિામાં તેના પર બાંધકામ ન થતાં આ જમીનનો કબજો સરકારે પરત સંભાળી લીધો છે અને બીજી બાજુ ફુલીબેન રણછોડભાઈએ પણ જમીન પોતાની માલિકી હોવાનો કેસ કર્યો છે.

print

Comments

comments

VOTING POLL