યુઝર્સના ડેટાની સુરક્ષા એકલા નહિ કરી શકીએ: ફેસબુક

July 28, 2018 at 11:24 am


ડેટા સુરક્ષા અને ગોપનિયતાને લઈને સાર્વજનિક સમીક્ષાનો સામનો કરી રહેલી ફેસબુકે હવે કહ્યું છે કે સમગ્ર ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીને સાથે આવવું જોઈએ અને લોકોને ડેટાની સુરક્ષા કરવી જોઈએ. ફેસબુક ના પ્રોડકટ મેનેજમેન્ટ ડિરેકટર ડેવિડ બાસેરના જણાવ્યાનુસાર અલગ અલગ કંપનીઓ વિશે રોજ એવા ન્યૂઝ આવી રહ્યાં છે કે લોકોના ડેટા ખોટા હાથમાં ગયો છે.
બાસેરે એક બ્લોગ પોસ્ટમાં ગુવારે રાતે કહ્યું કે,ભલે અમે ગોપનીયતા સુરક્ષાને લઈને પગલા લઈ રહ્યાં હોય પરંતુ તેમાં હેતુ પૂરો નહિ થાય કારણકે કંપનીઓ એકબીજા સાથે જોડાયેલી છે અને આપણા ટેકનોલોજીની પરિસ્થિતિને ફરીથી પરત લઈ જઈ શકતા નથી. તેમણે કહ્યું કે, આ કારણે જ ડેટા પોર્ટેબિલિટીને વાસ્તવિકતા બનાવવા માટે માપદડં અને સર્વેાત્તમ પ્રથાઓને એકસાથ કામ કરવાની જર છે. આ સાથે જ લોકોની ગોપનિયતા અને સુરક્ષાને પ્રાથમિકતા બનાવવાની જર છે.
ફેસબુક, ગૂગલ, માઈક્રોસોટ અને ટિટરે ગત અઠવાડિયે જ જાહેરાત કરી હતી કે તે ઓપન સોર્સની પહેલ જેને ડેટા ટ્રાન્સફર પરિયોજના (ડીટીપી) નામ આપવામાં આવ્યું છે. તેમાં સમાવેશ કરી રહ્યાં છે. હાલ શઆતના ચરણમાં ડેટા ટ્રાન્સફર પ્રોજેકટ એન્ક્રિપ્શન સાથે કોઈ અન્ય સેવા માટે સાઈનઅપ કરવાની એક સેવાનો યુઝર્સ પોતાના ડેટાનો ઉપયોગ કરવામાં મદદ કરશે. ફેસબુક અનુસાર દુનિયાના કેટલાક લોકપ્રિય એપ્લિકેશન તેના પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યાં છે અને જાણકારીના પ્રવાહનો દુપયોગ થવાની શંકા છે

print

Comments

comments

VOTING POLL