યુધ્ધતો હજુ શરૂ થયું છે: અહેમદ પટેલ

August 12, 2017 at 11:13 am


રાયસભાની ચૂંટણીમાં મોટે ભાગે તેટલા લોકોનું ધ્યાન નથી ખેચતી જેટલી આ વખતની ગુજરાતની ત્રણ રાયસભાની બેઠકો માટેની ચૂંઠણી એ માહોલ ગરમ કર્યેા હતો. તેની પાછળ કોઈપણ ભોગે બેઠક જીતવાની ભાજપ પ્રમુખ અમિત શાહની આક્રમક નીતિ હોય કે પછી કોંગ્રેસ મુકત ભારત માટે ભાજપનું જનૂન. જોકે હાઈવોલ્ટેજ ડ્રામા બાદ અહેમદ પટેલની મિડનાઇટ જીતે સમગ્ર દેશમાં કોંગ્રેસી કાર્યકર્તાઓને એક નવું જોમ જગાવ્યું છે.
તેમણે જણાવ્યું કે આ વખતે ભાજપે મને હરાવવા માટે શકય તમામ પ્રયત્નો કરી જોયા. મે મારી રાજકીય કારકિર્દીમાં નગર પંચાયતથી લઈને લોકસભા સુધી ૧૪ ચૂંટણી લડી છે પરંતુ આ વખતની ચૂંટણીમાં ઉમેદવારને હરાવવા માટે જેટલા કાવાદાવા, મની પાવર અને મસલ્સ પાવરનો ઉપયોગ થયો તટલો કયારેય નથી થયો.
તેમણે વધુમાં જણાવ્યું કે રાજકરણમાં જીત મેળવવી ખૂબ જરી છે પરંતુ તેના માટે નૈતિકતાને દાવ પર મુકવી યોગ્ય નથી. તેમજ તેમણે ગંભીર આરોપ મુકતા જણાવ્યું કે ગુજરાતમાં પોતાની જીત માટે ભાજપ સરકારી મશીનરીનો બેફામ ઉપયોગ કરી રહ્યું છે.પરંતુ આ વખતે અમે ભાજપને બરાબરની ફાઇટ આપવાના છીએ. મારી જીતથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક નવા જોમનો સંચાર થયો છે. અમે ભાજપના સુપડા સાફ કરીને તેને દેખાડીશું કે આ લોકશાહી છે.
કોંગ્રેસની એકતા અને બળવા અંગે પૂછતા યારે હાલમાં જ કોંગ્રેસના વરિ નેતા જયરામ રમેશની કોમેન્ટ કે ભારતમાંથી રાજાશાહી ગઈ પરંતુ પાર્ટીમાં હજુ ચાલુ છે તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, આ જયરામ રમેશજીનું પોતાનું મંતવ્ય હોઈ શકે છે. યારે હત્પં તો તેટલું જ કહી શકું કે કોઇપણ જાતની મુશ્કેલીઓનો સામનો કરવા માટે પાર્ટી એક છે અને ગાંધીના ગુજરાત તથા ભારતને બચાવવા અમે સંકલ્પબદ્ધ છીએ.
તેમણે વધુમાં કહ્યું કે, આ એટલું ચોક્કસ છે કે કોંગ્રેસ હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે પરંતુ અમે લડીશું અને ફરી સત્તાના કેન્દ્રમાં આવીશું તેની શઆત ગુજરાતમાંથી થશે, બલ્કે તમે એવું પણ કહી શકો કે યુદ્ધ શ થઈ જ ગયું છે

print

Comments

comments

VOTING POLL