યુધ્ધના વાદળો

August 11, 2017 at 9:15 pm


ડોકલામ મુદ્દે ચીને ધમકીઓ પર ધમકીઓ આપી, પરંતુ ભારતના પેટનું પાણી પણ ન હલ્યું એટલે અકળાઈને સંઘર્ષ માટે કાઉન્ટ ડાઉન થઈ રહ્યું હોવાનો સંકેત આપી ચીને ભારતને યુદ્ધ માટે તૈયાર રહેવા લલકાર્યું છે. શું ચીન ખરેખર યુદ્ધ કરશે? કે પછી આપણા સૈનિકો ઉપર હુમલા કરીને ડોકલામમાંથી ખદેડી મૂકશે? ચીન આવું કંઈ પણ કરશે તો ભારત પણ પોતાનો અસલી રંગ બતાવી દેશે એ પણ હવે પાકું છે.
અહેવાલો એવા છે કે ડોકલામથી એક કિ.મી. ચીનની હદમાં જ બીજિંગે પોતાના લશ્કર પિપલ્સ લિબરેશન આર્મી માટે 80 તંબુઓ ઉપરાંત છાવણીઓ સાથે ઊભા કરી પડાવ નાખ્યો છે. આ વિસ્તારમાં ચીને બીજા 800 સૈનિક પણ તહેનાત કરી દીધા છે. આનો અર્થ એ થયો કે કોઈક ઉંબાડિયું કરવાની તે વેતરણમાં છે. અલબત્ત, ચીનના કોઈ પ્રધાન યા લશ્કરી પ્રવક્તા કશું બોલતા નથી. ચીનનું સત્તાવાર મીડિયા ગ્લોબલ ટાઈમ્સ એના શાસકો વતી ગુલબાંગો પોકારી રહ્યું છે. ચીનને સપ્ને પણ ખ્યાલ નહીં હોય કે ભારત તેની ધમકીને વશ નહીં થાય.
ચીને કાઉન્ટ ડાઉનની વાત કરી એ સામે આપણા સંરક્ષણ પ્રધાન અરુણ જેટલીએ પણ પડકારના સૂરમાં કહી દીધું કે ભારતની કોઈ પણ સરહદ એ પૂર્વની યા પશ્ર્ચિમની હોય અમારા સશસ્ત્ર દળો દુશ્મને ધૂળ ચાટતા થઈ જાય એટલા સક્ષમ છે. સંરક્ષણ પ્રધાન જેવો જ આપણા લશ્કરની ત્રણે પાંખના વડાનો પણ સૂર રહ્યો છે.

ચીન ભારતને ડરપોક અને ઓશિયાળું સમજીને ભારતના સિક્કીમ અને અરુણાચલ પ્રદેશ સહિતના વિસ્તારો પર સતત દાવો કરી રહ્યું છે. હવે તાજેતરના મહિનાઓમાં ડોકલામમાં ચીને કરેલી ગુસ્તાખીનો ભારતે કાબિલે દાદ બરાબર જવાબ આપ્યો છે. ચીન શું યુદ્ધ કરશે? વળી પાછો એ જ સવાલ આપણી સામે આવીને ઊભો છે. આ સવાલનો જવાબ મક્કમ મનોબળ ધરાવતી આપણી નેતાગીરી અને દેશ માટે મરી ફિટવા કોઈપણ બલિદાન આપીને દેશને વિજય અપાવવા થનગનતું આપણું લશ્કર જરૂર આપશે.
1962નું ભારત હવે રહ્યું નથી એ હવે કહેવાની જરૂર નથી. સાપે છછુંદર ગળ્યું હોય એવી સ્થિતિ ચીન ડોકલામમાં છમકલું કયર્િ બાદ અનુભવી રહ્યું છે. હા, પાકિસ્તાનની જેમ પ્રોક્સી વોર કરીને ભારતના સરહદી વિસ્તારોમાં તંગદિલી ઊભી કરી શકે છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં લશ્કરી અતિક્રમણ કરવાની તેણે દાટી આપેલી છે. ચીન સમસમીને બેઠેલું છે. છતાં લડાઈ કરીને પોતાના પગ ઉપર કુહાડો મારે એટલું નાદાન પણ નથી.

print

Comments

comments

VOTING POLL