યુનોની માનવધિકાર પરિષદમાથી બહાર થયું અમેરિકા
અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર માનવધિકાર પરિષદ (યુએનએચઆરસી)થી બહાર થવાની જાહેરાત કરી દીધી છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની એમ્બેસેડર નિકી હેલીએ પરિષદ પર ઈઝરાયલ સાથે રાજકીય પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકા ઘણાં સમયથી 47 સભ્યવાળી આ પરિષદમાં સુધારો કરવાની માગણી કરી રહ્યા હતા. ટ્રમ્પ્ના રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકા ત્રણ મોટા રાષ્ટ્રીય સંગઠનથી અલગ થઈ ગયું છે. આ પહેલા અમેરિકાએ પેરિસ ક્લાઈમેટ ચેન્જ અને પછી ઈરાન પરમાણુ સમજૂતીમાંથી બહાર થવાની જાહેરાત કરી હતી.
યુએનએચઆરસીથી અલગ થવાની જાહેરાત રક્ષા વિભાગ તરફથી કરવામાં આવી છે. તે સમયે હેલીની સાથે રક્ષા મંત્રી માઈક પોમ્પિયો પણ હતા. હેલીએ પરિષદ પર માનવધિકારનું ઉલ્લંઘન કરનાર દેશોનો બચાવ કરવામાં આવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ચીન, ક્યૂબા, ઈરાન અને વેનેઝુએલા જેવા દેશની વાત કરીને હેલીએ કહ્યું છે કે, પરિષદમાં ઘણાં એવા સભ્યો છે જે નાગરિકોના પાયાના અધિકારનું સન્માન નથી કરતા.