યુપી, એમપીમાં કાતિલ ગરમી, બિહારમાં આંધી સાથે વરસાદ

April 21, 2017 at 11:16 am


દેશમાં ગરમીનો પારો ક્યાંક ચડે છે તો ક્યાંક ઉતરે છે. ઉત્તરપ્રદેશમાં પારો 41થી 43 ડિગ્રી સુધી રહ્યો હતો તો બીજી બાજુ બિહારમાં આંધી ફુંકાઈ હતી અને વરસાદના છાંટા પડયા હતાં. મધ્યપ્રદેશમાં ખજુરાહોમાં તાપમાન 45 ડિગ્રી પર પહોંચી ગયું હતું. આજે રાજધાની દિલ્હીમાં વરસાદ થવાની સંભાવના હવામાન ખાતાએ દશર્વિી છે અને વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે.
બિહારના અનેક વિસ્તારોમાં ગઈકાલે હળવો વરસાદ થયો હતો અને તાપમાન ગગડયું હતું તો બીજી બાજુ યુપીમાં લખનૌ અને આસપાસના જિલ્લાઓમાં સવારથી જ તિવ્ર તડકો અનુભવાયો હતો અને બપોરે ડિગ્રી વધી ગઈ હતી. આમ દેશમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ મોસમ હોય તેવું દેખાઈ રહ્યું છે. બિહારના કોશી, સીમાંચલ તેમજ ભાગલપુર, મુંગેર અને ખગડીયા ગામોમાં વરસાદ નોંધાયો હતો. કુમાઉમાં કરાંનો વરસાદ થયો હતો અને પાછલા 24 કલાકમાં ત્યાં ભારે વરસાદ પડયાના અહેવાલ છે. ઘઉંનો પાક સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે. ખજુરાહોમાં પારો 45 ડિગ્રી પર પહોંચી ગયો હતો અને લોકો સાંજ સુધી ઘરોમાં જ પૂરાઈ રહ્યા હતાં અને કર્ફયુ જેવી સ્થિતિ દેખાતી હતી. દિલ્હીમાં આજે વરસાદ પડવાની શક્યતા વચ્ચે લોકોને રાહત મળવાની આશા છે. જો કે અલગ અલગ રાજ્યોમાં હવામાનનો મિજાજ અલગ અલગ દેખાઈ રહ્યો છે અને ઘણા લાંબા સમય બાદ મોસમનું ચિત્ર આવું રહ્યું છે.

print

Comments

comments

VOTING POLL