યે આગ કબ બુઝેગી…

April 5, 2018 at 4:42 pm


પેટ્રોલ–ડીઝલના ભાવોમાં સતતને સતત વધારો થઈ રહ્યો છે અને તેના પગલે પગલે મોંઘવારી પણ કાળઝાળ થઈ છે. ગત વર્ષના જુલાઇ માસથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં રોજેરોજ ફેરફાર કરવાની નીતિ સરકારી ઓઇલ કંપનીઓએ અપનાવી છે. તેના કારણે સામાન્ય માણસને રોજ લીટર દીઠ થોડા પૈસાના વધારાની ખબર પડતી નથી. પરંતુ, આમ કરતાં કરતાં હાલ પેટ્રોલનો ભાવ છેલ્લાં ચાર વર્ષની મહત્તમ સપાટીએ પહોંચી ગયો છે.
દેશભરના શહેરોમાં પેટ્રોલ લીટર દીઠ ૭૨ પિયાની સપાટી વટાવી ચૂકયું છે. બીજી તરફ ડીઝલનો ભાવ પણ લીટર દીઠ ૬૮ પિયાની સપાટી વટાવી તેના અત્યાર સુધીના મહત્તમ સ્તર પર પહોંચી ગયો છે. દેખીતી રીતે જ સરકાર ક્રૂડ ઓઇલના વધતા ભાવોને આ વધારા માટે જવાબદાર ઠેરવશે. આંતરરાષ્ટ્ર્રીય માર્કેટમાં ક્રૂડનો ભાવ ૬૪ ડોલરની સપાટીને વટાવી ગયો છે અને હવે તે ૭૦ ડોલરની સપાટી તરફ પ્રયાણ કરે તેવી આશંકા છે. જોકે, સરકાર એ સિફતપૂર્વક ભૂલાવવા માગે છે કે મનમોહનસિંઘ સરકારમાં ક્રૂડના ભાવ ૧૧૫ ડોલરની સપાટીએ વટાવી ગયા હતા તેની સરખામણીએ અત્યારે ક્રૂડ ૭૦ ડોલર પણ નથી પહોંચ્યું ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ખરેખર બહત્પ વધારે છે. આ ભાવવધારા માટે સરકારની પોતાની તિજોરી ભરવાની લાલચ પણ ઘણા અંશે જવાબદાર છે.
ચાર વર્ષ પહેલાં ક્રૂડમાં ભાવઘટાડાનો દોર ચાલતો હતો ત્યારે સરકારે પોતાની તિજોરી ભરી લેવા માટે એકસાઇઝ ડૂટીમાં વધારો કરવાનું વલણ અપનાવ્યું હતું. એ રીતે ત્યારે ગ્રાહકોને ક્રૂડના ભાવઘટાડાનો જેટલો લાભ મળવો જોઇએ તેટલો મળ્યો ન હતો. અત્યાર સુધીમાં મોદી સરકાર નવ વખત એકસાઇઝ ડૂટી વધારી ચૂકી છે પરંતુ તેની સામે ગત ઓકટોબરમાં એક જ વખત મામૂલી ઘટાડો કરાયો છે. અહેવાલો અનુસાર ઓઇલ કંપનીઓએ બજેટ પહેલાં નાણાં પ્રધાન અણ જેટલીને પેટ્રોલ–ડીઝલ પરની એકસાઇઝ ઘટાડવા દરખાસ્ત કરી હતી પરંતુ જેટલીએ આ માગણી ફગાવી દીધી હતી. પરિણામ એ છે કે પેટ્રોલ અને ડીઝલની હાલની કિંમતોમાં અડધોઅડધ ભારણ તો જુદા જુદા વેરાનું છે.
દક્ષિણ એશિયાના દેશોમાં સૌથી મોઘાં પેટ્રોલ અને ડીઝલ ભારતમાં છે. સરકાર એ સત્ય પણ સ્વીકારવા તૈયાર નથી કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઐંચા રહે તો ઈંધણ ખર્ચ વધતાં લગભગ તમામ ચીજોના ભાવ વધે છે. આ રીતે મધ્યમવર્ગ વધુ મોંઘવારી હેઠળ કચડાય છે. સરકાર અન્ય કોઇ રીતે મધ્યમવર્ગને મોંઘવારીથી ના બચાવી શકે તો કમસેકમ પેટ્રોલ અને ડીઝલ પરનું વેરાભારણ ઘટાડીને લોકોને રાહત આપી શકે છે. સરકારને પોતાની રાજકોષીય ખાધ ઘટાડવાની લાલચ હોય તો પણ એ ના ભૂલવું જોઇએ કે પ્રજાની ખરીદશકિતમાં ઘટાડો થવાથી સરવાળે તમામ આર્થિક શકિતઓ મદં પડશે અને સરવાળે તેનાથી સરકારની જ વેરાઓની આવક ઘટશે

print

Comments

comments

VOTING POLL