‘યે હૈ મહોબ્બતે’ છોડી દેશે દિવ્યાંકા ત્રિપાઠી!

December 2, 2017 at 2:31 pm


યે હૈ મહોબ્બતે સ્ટાર પ્લસની સૌથી લોકપ્રિય સીરિયલોમાંની એક છે. આ શોને તાજેતરમાં જ અમુક વર્ષ આગળ લઈ જવામાં આવ્યો હતો અને તેના કેરેક્ટર્સનું મેક ઓવર કરી દેવામાં આવ્યું હતુ.
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર હવે આ શોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. ઈશિતાની હવે શોમાંથી એક્ઝિટ થવા જઈ રહી છે. તે પોતાની કિડનેપ થયેલી દીકરીને બચાવવા જતા મૃત્યુ પામશે તેવુ દશર્વિવામાં આવશે. તમે બરાબર જ વાંચ્યું છે. રિપોટ્ર્સ અનુસાર દિવ્યાંકા ત્રિપાઠી તેના ફેન્સને ગુડબાય કહેવાની તૈયારી કરી રહી છે. એકતા કપૂર હવે આ સીરિયલમાં નવા ચહેરા લાવવા માંગે છે. આથી ડિસેમ્બરમાં જ ઈશિતાની એક્ઝિટ થઈ જશે.
દિવ્યાંકાએ અગાઉ જણાવ્યું હતુ, મેં ઈશિતાના કેરેક્ટર નિભાવવાની દરેક ક્ષણ એન્જોય કરી છે. ઘણા ઓછા પાત્રો એવા હોય છે જે ચાહકોના દિલમાં કાયમી જગ્યા બનાવી શકે. હું નસીબદાર છુ કે મને ઈશિમાનું પાત્ર ભજવવાની તક મળી. ભાઈ, આ તો એકતા કપૂરનો શો છે. અહીં કંઈપણ થઈ શકે છે. તેના શો પર મરેલા કેરેક્ટર્સ પણ જીવિત થાય છે. ચાહકો તેમના બે મનપસંદ પાત્રો રમણ અને ઈશિતા વિના આ શોને સ્વીકારશે કે કેમ તે પણ મોટો સવાલ છે. આથી દિવ્યાંકાની શોમાં ફરી એન્ટ્રી થાય તો નવાઈ નહિ.

print

Comments

comments

VOTING POLL