યોગી સામેનું કાવતરું કે બીજુ કાંઈ ?

July 17, 2017 at 6:57 pm


દેશનું સુરક્ષાતત્રં જડબેસલાક હોવાના દાવાઓની ધજિયા ઉડાડતો ચોંકાવનારો બનાવ ઉત્તર પ્રદેશમાં બન્યો છે. રાયની વિધાનસભાની સુરક્ષા સામે જ યાં સવાલ ઊભો થયો છે, ત્યાં સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું? આ ચિંતાનો વિષય છે.દેશની સરહદો ઉપર જાબાંઝ સૈનિકો કડક નિગરાની રાખીને દેશને બહારી આક્રમણ સામે સતત રક્ષણ પૂં પાડી રહ્યા છે, યારે બીજી તરફ આંતરિક સુરક્ષાતત્રં નબળું પડી રહ્યું છે એનો ખોફનાક પુરાવો નજર સામે આવ્યો છે.

આખી યુપી વિધાનસભાને જ શકિતશાળી વિસ્ફટકોથી ઉડાવી દેવાના કાવતરાનો ખુદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે ભરી વિધાનસભામાં પર્દાફાશ કર્યેા હતો.વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની બેઠકની બાજુમાંથી જ શકિતશાળી વિસ્ફટકોનું જીવલેણ પડીકું બુધવારે સફાઈ કામદારોને મળી આવતા આખી ઘટના પ્રકાશમાં આવી હતી. સ્ફોટક પદાર્થેાનું ફોરેન્સિક સાયન્સ લેબમાં પરીક્ષણ કરાતાં એ વિસ્ફોટકો ખતરનાક પ્લાસ્ટિક એકસ્પ્લોઝીવ પેન્ટેરિથ્રિટોલ ટેટ્રાનિટ્રેટ હોવાનું જણાયું છે. જે પડીકું મળી આવ્યું હતું એમાં ૧૫૦ ગ્રામ વિસ્ફોટક પદાર્થ હતો. એક આખા મકાનને ફંકી મારવા માટે ૫૦૦ ગ્રામ આ પ્રકારનો વિસ્ફોટક પૂરતો છે, એટલે વિધાનસભામાં પકડાયેલો જીવલેણ પદાર્થ સ્ફોટ થયો હોત તો? એની કલ્પના માત્ર ધ્રૂજાવી મૂકે છે.

વિધાનસભા જેવા હાઈ સિકયોરિટી ધરાવતા બિલ્ડિંગમાં સુરક્ષાના તમામ અવરોધો વટાવીને વિસ્ફોટકો મૂકવામાં ત્રાસવાદીઓ સફળ થાય એ જોતાં સુરક્ષામાં કેટલું મોટું ગાબડું પડું છે એનો ખ્યાલ આવે છે. આ ઘટનાને મુખ્ય પ્રધાને ત્રાસવાદી કાવતરાનો જ ભાગ લેખાવ્યો એ બાદ સમગ્ર ઘટનાની એનઆઈએ દ્રારા તપાસ હાથ ધરવાની ભલામણનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે.
દિલ્હી આંતરરાષ્ટ્ર્રીય અરપોર્ટ પણ સુરક્ષાની બાબતમાં તાજેતરમાં ઐંઘતું ઝડપાયું હતું. નાગરિક ઉડ્ડયન ખાતાના સુરક્ષા અધિકારીઓએ અરપોર્ટ ઉપર સુરક્ષા ડિ્રલ યોજી હતી, એક બેગમાં સ્ફોટક પદાર્થેાની બેગ સાથે કેટલાક માણસોને મોકલવામાં આવ્યા હતા. આ માણસો એક પછી એક સુરક્ષાના તમામ અવરોધો ઓળંગીને દિલ્હીથી જમ્મુ જતી ફલાઈટમાં સવાર થઈ ગયા હતા. દેશની રાજધાનીનું સુરક્ષાતત્રં એ બેગને ઝડપી લેવામાં સરિયામ નિષ્ફળ નીવડું હતું

print

Comments

comments

VOTING POLL