રંગીલા પાર્કમાં એટ્રાેસિટીના ગુનામાં ફિટ કરવાની મહિલા વકીલની ધમકી

February 7, 2019 at 6:29 pm


શહેરના કાલાવડ રોડ પર આવેલા રંગીલાપાર્કમાં બે દિવસ પહેલાં મહિલા એડવોકેટ અને તેના ભાઈ પર થયેલા હુમલાના સંદર્ભે વિસ્તારવાસીઆેએ એટ્રાેસિટીના ગુનામાં મહિલા વકીલે ધમકી આપ્યા અંગે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરતાં યુનિવસિર્ટી પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાલાવડ રોડ પર આવેલા રંગીલાપાર્કનાં ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં મહિલા એડવોકેટના પિતરાઈ ભાઈ સગીરા સાથે સરાજાહેર ચેનચાળા કરતો હોય વિસ્તાર વાસીઆેએ એકઠા થઈ તેને ટપારતાં મહિલા એડવોકેટ અને તેના ભાઈએ માર માર્યાની અને એટ્રાેસિટીની ખોટી ફરિયાદ કરી પોલીસમાં ફીટ કરી દીધા બાદ વિસ્તારવાસીઆેને હેરાન-પરેશાન કરી ખોટા ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપવાની ફરિયાદ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સમક્ષ રજૂઆત કરતાં યુનિવસિર્ટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

print

Comments

comments

VOTING POLL