રંગ-બિરંગા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માટે રાજકોટ સજ્જ

January 2, 2017 at 5:59 pm


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા.10-1-2017ના રોજ રેસકોર્સ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના સહયોગથી આ આયોજન કરવામાં આવહશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2017માં દેશ-વિદેશના નામાંકિત પતંગબાજો ભાગ લેશે. આ તકે વિવિધ સાંસ્કૃતિક તેમજ રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવનાર દેશ-વિદેશના પતંગબાજોને રહેવા અને જમવાની વ્યવસ્થા પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવશે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્ટેજ, લાઈટ, સાઉન્ડ સિસ્ટમ, બેઠક વ્યવસ્થા, સુશોભન, મંડપ, જરી સિક્યોરિટી વ્યવસ્થા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો વિગેરે યોજવામાં આવશે અને હાલમાં તે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આગામી તા.10 જાન્યુઆરીએ રેસકોર્સ મેદાનમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બાળકો, વિદ્યાર્થીઓ અને પતંગપ્રેમીઓ ઉમટી પડશે. અંદાજે દસેક વર્ષ પૂર્વે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ મેદાનમાં પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તે વેળાએ દેશ-વિદેશના અનેક પતંગબાજો ઉમટી પડયા હતાં અને આયોજન સફળ રહ્યું હતું. આ વખતે પણ શાનદાર આયોજન થાય તે માટે હાલથી જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

print

Comments

comments

VOTING POLL