‘રઇસ’ ફિલ્મના લેખકો અમદાવાદથી સીધી અમેરિકા રેડિયો ટોક-શોમાં જમાવટ કરશે: કૌશિક અમીન કરશે હોસ્ટ

February 17, 2017 at 1:24 pm


અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જાણીતા લેખકો અને પત્રકારો હરીત મહેતા અને આશિષ વશી આવતીકાલે ઈસ્ટ કોસ્ટ અમેરિકી સમય મુજબ 12-30થી 2 વાગ્યા સુધી રેડિયો દિલ ડોટકોમ પર ગુજરાતી રેડિયો ટોક-શો ‘છેલ છબીલો ગુજરાતી’માં આવશે અને ટોક-શોમાં લાઈવ ટોક કરશે. અમદાવાદથી ડાયરેકટ તેઓ અમેરિકામાં લાઈવ ટોક-શો કરવાના છે અને તેમાં મુખ્ય હોસ્ટ તરીકે કૌશિક અમીન અને કો-હોસ્ટ તરીકે અમેરિકાના પ્રખ્યાત ભારતીય રાઈટર અને ટીવી પર્સનાલિટી વિજય ઠકકર સાથ આપવાના છે. આ લાઈવ ગુજરાતી ટોક-શો છે અને અમેરિકામાં વસતા તમામ ભારતીયોમાં આ અંગે ભારે ઉત્સાહ દેખાયો છે અને ઇંતેજારી પણ છે.

આ લાઈવ ટોક-શોમાં ભાગ લેનારા બન્ને લેખકોએ ‘રઈસ’ ફિલ્મના સ્ક્રિપ્ટ રાઈટર તરીકે પણ નામના મેળવી છે. એ જ રીતે કો-હોસ્ટ તરીકે રહેલા વિજય ઠકકર પણ અમેરિકામાં સુપ્રસિધ્ધ ભારતીય રાઈટર અને ટીવી પર્સનાલિટી તરીકે જાણીતા છે. આ ટોક-શોમાં બન્ને લેખકો ‘રઈસ’ની સ્ક્રિપ્ટ રાઈટિંગ અને તેના સંબંધે વાતચીત કરતું સાથોસાથ આ ફિલ્મ સાથે સંબંધિત વાસ્તવિક જીવનની કેટલીક હકિકતોની પણ સરખામણી કરશે.

રેડિયો દિલ ડોટકોમ પર આવતીકાલે ઈસ્ટ કોસ્ટ અમેરિકી ટાઈમ મુજબ બપોરે 12-30થી 2 વાગ્યા સુધી આ શો ચાલશે અને ઈન્ટરનેટ તેમજ મોબાઈલ એપ રેડિયો દિલ ડોટકોમ દ્વારા પણ તેને સાંભળી શકાશે. ઈન્ટરનેટ પર તો આ ગુજરાતી રેડિયો ટોક-શો વર્લ્ડવાઈડ સાંભળી શકાશે.

print

Comments

comments

VOTING POLL