રક્ષાબંધન નિમિત્તે અમદાવાદ-મુંબઇ વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે

August 25, 2018 at 11:32 am


રક્ષાબંધન નિમિત્તે મુસાફરોની સુવિધા માટે પ. રેલવે દ્વારા બાંદરા ર્ટિમનલથી અમદાવાદ વચ્ચે સુપર ફાસ્ટ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય પિૃમ રેલવે દ્વારા લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 09029 બાંદરા ર્ટિમનલ-અમદાવાદ સુપર ફાસ્ટ વિશેષ ટ્રેન 25 ઓગસ્ટે બાંદરાથી 23-55 કલાકે ઉપડશે. આ ટ્રેન બીજા દિવસે સવારે 7-55 કલાકે અમદાવાદ પહોંચશે. આ પ્રકારે ટ્રેન નંબર 09030 અમદાવાદ-બાંદરા ર્ટિમનલ સુપર ફાસ્ટ વિશેષ ટ્રેન રવિવારે 26 ઓગસ્ટે અમદાવાદથી 19-55 કલાકે ઉપડશે, જે બીજા દિવસે સવારે 5-05 કલાકે બાંદરા પહોંચશે. આ ટ્રેન બોરીવલ્લી, વાપી, વલસાડ, સુરત, ભરૃચ, વડોદરા, આણંદ અને નડિયાદ રેલવે સ્ટેશનો ખાતે ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી ટુ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપિંગ અને સેક્ધડ કલાસના કોચ રહેશે. ટ્રેનમાં બુકિંગ 25 ઓગસ્ટથી બુકિંગ સેન્ટર અને આઇઆરસીટીસીની વેબસાઇટ પરથી થઇ શકશે.

print

Comments

comments

VOTING POLL