રઘુરામ રાજન આરબીઆઈના ગવર્નર હતા ત્યારે જ રૂા.૨૦૦૦ની નવી નોટ છપાતી હતી

February 17, 2017 at 11:23 am


નવી રૂા.૨૦૦૦ની નોટ પર વર્તમાન આરબીઆઈના વડા ઉર્જિત પટેલની સહી છે પરંતુ આ નોટો છાપવાની શરૂઆત રઘુરામ રાજન ગવર્નરપદે હતા ત્યારે જ થઈ હતી અને તેઓ ઓફિસમાં ડયુટી પર હતા ત્યારે નવી ૨૦૦૦ની નોટોનું છાપકામ શરૂ થયું હતું છતાં તેના પર સહી ઉર્જિત પટેલની લેવાઈ છે તેમ હિન્દુસ્તાન ટાઈમ્સ અંગ્રેજી અખબારની તપાસમાં બહાર આવ્યું છે. રિઝર્વ બેન્કના બે પ્રિન્ટિંગ પ્રેસ જેણે રૂા.૨૦૦૦ની નોટો છાપી છે તેનો હિન્દુસ્તાન ટાઈમ્સે સંપર્ક કર્યેા હતો. ત્યારે એમણે એવી માહિતી આપી કે નવી ૨૦૦૦ની નોટ છાપવાનો પ્રથમ તબક્કો ૨૨મી ઓગસ્ટથી શરૂ થયો હતો. આ સમયે ઉર્જિત પટેલે આરબીઆઈના ગવર્નરનો ચાર્જ લીધો નહોતો અને રઘુરામ રાજન ગવર્નર તરીકે ચાલુ હતા. ત્યારે એવા સવાલો ઉપસ્થિત થયા છે કે જે ગવર્નર ચાલુ હતા એમની સહી નવી નોટ પર શા માટે લખાઈ નથી ? અખબાર દ્રારા આ બાબતે કેટલાક પ્રશ્નો આરબીઆઈ અને કેન્દ્રીય નાણા મંત્રાલયને ઈ–મેઈલ કરાયા હતાં પરંતુ તેના કોઈ જવાબ અપાયા નથી. એ જ રીતે રઘુરામ રાજનને પણ અખબારે ઈ–મેઈલથી પ્રશ્ન મોકલ્યા હતાં પરંતુ એમણે પણ જવાબ આપ્યા નથી. આ અહેવાલના પગલે એક નવી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે અને એક નવું હથિયાર મળી જશે તેવું માનવામાં આવે છે.

print

Comments

comments

VOTING POLL