રજનીકાંત, બિગ બી પછી હવે આ હોટ એક્ટ્રેસનું પણ બનશે મંદિર

June 2, 2017 at 5:16 pm


બોલિવૂડ સેલિબ્રિટીનાં ચાહકો તેમના માટે કંઇ પણ કરવા તૈયાર રહે છે. પોતાની પસંદગીના એક્ટર-એક્ટ્રેસ માટે પ્રશંસકોની દીવાનગી એ હદે છે કે, તેઓએ પોતાના પસંદગીનાં સ્ટારનાં નામનું મદિર પણ બનાવી દીધુ છે. સાઉથનાં સુપરસ્ટાર રજનીકાંત, બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચનના નામથી મંદિર બની ચૂક્યાં છે. આ સાથે જ આ લિસ્ટમાં ક્રિકેટનાં ભગવાનની પદવી મેળવી ચૂકેલા સચિન ટેન્ડુલકરનો પણ આ લિસ્ટમાં સમાવેશ થાય છે. એક ખબર અનુસાર, હવે આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી સની લિયોનીનું નામ પણ જોડાઇ શકે છે.

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીની મોહક અદા પર ઘાયલ થનારા તેના પ્રશંસકોની આ દુનિયામાં કોઇ કમી નથી. માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ તેના અઢળક પ્રશંસકો છે. સૂત્રો અનુસાર, મહારાષ્ટ્રના એક ગામમાં સની લિયોનીના પ્રશંસકોએ તેના ગત જન્મદિવસે તેના નામનું એક મંદિર બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમનું કહેવું છે કે તેમના આ નિર્ણયનો વિરોધ થઇ શકે છે, પરંતુ તેઓ પોતાની ફેનરેટ અભિનેત્રીના નામનું મંદિર બનાવવા માટે અડગ છે.

print

Comments

comments

VOTING POLL