રણછોડદાસ આશ્રમે આરતી કરતી વેળાએ બેભાન થઈ જતાં પ્રૌઢનું મોત

July 17, 2017 at 3:12 pm


કુવાડવા રોડ પર આવેલ રણછોડદાસ બાપુના આશ્રમે ગઈકાલે આરતી કરતી વેળાએ પ્રૌઢને અચાનક છાતીમાં દુ:ખાવો થતાં બેભાન થઈ જતાં સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેનું મોત થયાનું જાહેર કયુર્ં હતું.
બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ રણછોડનગર શેરી નં.18માં રહેતા અને રેડીમેઈડ લેડીઝ વેરની દુકાન ચલાવતા અને દરરોજ કુવાડવા રોડ પર આવેલ રણછોડદાસ બાપુના આશ્રમે આવતા દીપકભાઈ દામજીભાઈ ગોંડલીયા ઉ.વ.48 નામના પટેલ પ્રૌઢ ગઈકાલે સાંજે રણછોડદાસ બાપુના આશ્રમે આરતી વેળાએ મંજીરા વગાડતા હતા ત્યારે અચાનક તેને છાતીમાં દુ:ખાવો થતાં બેભાન થઈ જતાં તાત્કાલીક સારવારમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેનું સારવાર દરમ્યાન મોત થતાં પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો. બનાવ અંગેની જાણ બી-ડીવીઝન પોલીસ મથકે કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ કે.વી.જાડેજા સહિતના સ્ટાફે હોસ્પિટલ દોડી જઈ પ્રાથમીક તપાસ હાથ ધરી હતી. વધુમાં જાણવા મળ્યું હતું કે, રણછોડનગરમાં રહેતા દીપકભાઈ ગોંડલીયાનું મોત થતાં એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં પટેલ પરિવારમાં કણ કલ્પાંત સર્જાયો હતો.

print

Comments

comments

VOTING POLL