રણછોડનગરમાં છ શખસોએ ધો.12ના વિદ્યાર્થીના પગ ભાંગી નાખ્યા

December 7, 2017 at 3:16 pm


રાજકોટના રણછોડનગરમાં ધો.12ના વિદ્યાર્થી ઉપર 6 શખસોએ ધોકા, લાકડી વડે હમલો કરી પગ ભાંગી નાખતા ચકચાર મચી જવા પામી છે. અગાઉ છોકરી બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી આ હમલો થયો હોવાનું જાણવા મળે છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આ બનાવમાં આર્યનગર શેરી નં.14માં રહેતા સ્મિત પરેશભાઈ મુંગરા નામના 17 વર્ષિય પટેલ તણને માર મારવામાં આવ્યો હતો. ભૂષણ સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતા સ્મિતના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત રાત્રે સ્મિત રણછોડનગર પેડક રોડ પાસે રજવાડી પાન પાર્લર સામે ઉભો હતો ત્યારે આર્યનગરમાં રહેતો કેવિન ટોપીયા અને બીજા 5 થી 6 જણા લાકડી અને ધોકા વડે સ્મિત પર તુટી પડયા હતા. ઢોરમાર મારવામાં આવતા સ્મિતના બન્ને પગ ભાંગી ગયા હતા. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ પોલીસે શાકભાજીનો ધંધો કરતા પરેશભાઈ મુંગરાની ફરિયાદના આધારે કેવિન ટોપીયા સહિતના શખસો વિધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અગાઉ છોકરી બાબતે સ્મિતને કેવિન સાથે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખીને આ હમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.

print

Comments

comments

VOTING POLL