રણવીર-તમન્ના ભાટિયાની જોડીને લઇ ફિલ્મ બનાવાશે

January 5, 2017 at 5:44 pm


યુપા પેઢીમાં રણવીર સિંહ પણ હવે લોકપ્રિયતા મેળવી રહ્યાાે છે. તેની પાસે સારી અને મોટા બેનરોની ફિલ્મ આવી રહી છે. તે હાલમાં સંજય લીલાની ફિલ્મમાં કામ કરી રહ્યાાે છે. એકબાજુ તે બાજીરાવ બાદ સંજયલીલાની જ અલાઉદ્દીન ખિલજી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અદા કરી રહ્યાાે છે જેમાં તેની સાથે ફરી દિપિકા છે. આ ઉપરાંત તે એક ફિલ્મમાં તમન્ના ભાટિયા જેવી સુપરસ્ટાર અભિનેક્ષી સાથે પણ કામ કરવા જઇ રહ્યાાે છે. રણવીર િંસહ પાસે હવે વધુ એક મોટી ફિલ્મ આવી હોવાના અહેવાલ મળ્યા છે. રણવીરને એક્શન ફિલ્મના જાણીતા નિદેૅશક રોહિત શેટ્ટીની ફિલ્મ હાથ લાગી ગઇ છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી તરીકેની ભૂમિકા તમન્ના ભાટિયા અદા કરનાર છે. તમન્ના ભાટિયા પણ બાહુબલી ધ બિગિંનગ નામની ફિલ્મમાં રેકોર્ડ સફળતા મેળવી ચુકી છે. આ ફિલ્મ બાદ બાેલિવુડમા તેની માંગ પણ અનેક ગણી વધી ગઇ હતી.

તેની પાસે નવી નવી મોટી ફિલ્મોની આેફર આવી રહી છે. રણવીર અને રોહિત શેટ્ટી સાથે કામ કરી રહ્યાા છે તેવા સમાચાર છેલ્લા કેટલાક સમયથી આવી રહ્યાા હતા. હવે નવી અને નક્કર વિગત સપાટી પર આવી છે. હવે રોહિત શેટ્ટી નવી ફિલ્મ પર કામ શરૂ કરી ચુક્યા છે. રોહિત શેટ્ટીએ પાેતે કહ્યાુ છે કે તે રણવીર િંસહની એનજીૅ અને ઉત્સાહથી ભારે પ્રભાવિત છે. તમન્ના ભાટિયા સાઉથથી મોટી સુપરસ્ટાર અભિનેત્રી તરીકે છે. તેની માંગ ભારતીય હિન્દી ફિલ્મો કરતા દક્ષિણ ભારતની ફિલ્મોમાં વધારે છે. રોહિત શેટ્ટીએ કહ્યાુ છે કે તે રણવીર સાથે કામ કરવાને લઇને આશાવાદી છે. રોહિત શેટ્ટીની ફિલ્મ હોવાથી એવી અટકળો સરળતાથી લગાવી શકાય છે કે રણવીર નવી ફિલ્મમાં જોરદાર એક્શન કરતાે નજરે પડી શકે છે. તે કારને ઉડાડતાે નજરે પડશે. તમન્ના ગ્લેમરસ રોલમાં જોવા મળી શકે છે. રોહિત શેટ્ટીની છેલ્લી ફિલ્મ દિલવાલે હતી. ટુંકમાં ફિલ્મના નામની જાહેરાત કરાશે

print

Comments

comments

VOTING POLL