રણવીર સિંહ બેડ બોયના રોલમાં આવો લાગે છે

October 3, 2017 at 2:48 pm


પદ્માવતી વિષે અનેક વાતો સાંભળ્યા બાદ હવે એક નવી જ વાત અમે આપને કેહવા જઈ રહ્યા છીએ. સંજય લીલા ભણશાલીનો ગુડ બૉય રણવીર સિંહ પદ્માવતીમાં બેડ બોય બની ગયો છે. રામ લીલામાં રામ અને બાજીરાવ મસ્તાનીમાં બાજીરાવની ભૂમિકા ભજવનાર રણવીર સિંહ પદ્માવતીમાં વિલનના રોલમાં જોવા મળવાનો છે.

આજે સવારે જ રણવીર સિંહનો અલ્લાઉદ્દીન ખિલજીના અવતારમાં લૂક રીલીઝ થયો હતો. આ પોસ્ટર જોઈને જ લાગે છે કે આ ફિલ્મમાં રણવીરનો લૂક અને પાત્ર તેની બીજી ફિલ્મો કરતા સાવ અલગ જ છે. કાજલ વાળી આંખોથી માંડીને વિખરાયેલા વાળ અને જમણી આંખ નીચેના ઘા સુધી, રણવીર સિંહે અલ્લાઉદ્દીન ખિલજીના કેરેક્ટરને પરદા પર બરાબર સાકાર કર્યું છે.

આ અગાઉ નવરાત્રિના પાંચમા નોરતે શાહિદ કપૂરનો પદ્માવતીના પતિ અર્થા મહારાવલ રતન સિંહના સ્વરૂપમાં લૂક રીવીલ થયો હતો.

print

Comments

comments

VOTING POLL