રણુજાનગરમાં રહેતી પરિણીતા પર નશાખોર પતિનો જુલમ

May 16, 2018 at 3:50 pm


રણુજામનગરમાં રહેતી આહિર પરિણીતાએ દારૂ ઢીચીને અત્યાચાર ગુજારતા એના પતિ અને દેરાણી વિરૂધ્દ મહિલા પોલીસમાં ફરિયાદ નાેંધાવી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ બનાવ અંગે કોઠારિયા રોડ પાસે રણુજાનગરમાં રહેતી સપના લાવડિયાએ તેના પતિ રાજેશ એભલભા, લાવડિયા અને દેરાણી કિંજલ અજુર્નભાઈ લાવડિયા રહે.સતાપર તા.ગાેંડલ વિરૂધ્દ ગઈકાલે સાંજે ફરિયાદ નાેંધાવતા પીએસઆઈ એમ.કે.દેસાઈએ તપાસ હાથ ધરી છે. સપનાબેને ફરિયાદમાં મુકેલા આરોપ મુજબ પતિ અવારનવાર દારૂ પીને મારકૂટ કરી ખૂનની ધમકી આપતો હતો.

આલાપ ગ્રીન સિટી પાસે યુવાને ફિનાઈલ ગટગટાવ્યું

આલાપ ગ્રીન સિટી પાસે આવેલ ચાર માળિયા સરકારી કવાર્ટરમાં રહેતો વિપુલ બાબુભાઈ પરમાર ઉ.વ.30 નામના યુવાને પત્ની સામે ચડભડ થતાં લાગી આવતા ફિનાઈલ ગટગટાવી લેતાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

ઘંટેશ્વર પાસે મહિલાએ ટોળાં મારવાનું તેલ પીધુ

જામનગર રોડ પર ઘંટેશ્વર સામે 25 વારિયા કવાર્ટરમાં રહેતી રાધાબેન ઈકુભાઈ નામની મહિલાએ ગઈકાલે સાંજે પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર ટોલા મારવાનું તેલ પી લેતાં મહિલાની તબિયત બગડતા સારવારમાં ખસેડવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL