રતનપરના મેળામાંથી પરત આવતાં પટેલ પરિવારને નડ્યો અકસ્માતઃ યુવાનનું મોત

September 6, 2018 at 3:03 pm


રાજકોટથી રતનપરના મેળામાં મહાલવા ગયેલા પટેલ પરિવારને મોરબી રોડ પર અકસ્માત નડતાં પરિવારના એક યુવાનનું ગંભીર ઈજાઆે થવાથી મૃત્યુ નિપજયું હતું. જયારે અન્ય 6ને ઈજાઆે થતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં.
ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા ગુરૂદેવ પાર્ક શેરી નં.5માં રહેતાં સંજય પરસોતમ ચોવટીયા, તેમના પત્ની પાયલબેન, સાળી વષાર્બેન ધીરૂભાઈ, ભાણેજ પીનલ, સાળી ધ્રુવીબેન રમેશભાઈ તથા ભાણેજ રવી ધીરૂભાઈ સાથે ગઈકાલે બપોરે રિક્ષામાં રતનપર મેળો કરવા ગયા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજીડેમ ચોકડી પાસે સુંદરમ્ એવન્યુમાં રહેતાં સંજય ચોવટીયાના સાઢુભાઈ ધીરૂભાઈના પરિચીત નરેશ લાખા મકવાણાની રિક્ષા નંબર જીજે-18-યુ-2377માં રતનપર જવા નીકળેલા આ પટેલ પરિવારને રતનપરથી પરત ફરતી વેળાએ મોરબી રોડ પર મારવાડી કોલેજ પાસે રિક્ષા પલ્ટી જતાં અકસ્માત નડéાે હતો. આ અકસ્માતમાં રિક્ષાના ચાલક નરેશ મકવાણા તથા તેની બાજુમાં બેઠેલા રવિ (ઉ.વ.20)ને ગંભીર ઈજાઆે થઈ હતી. જેમાં સારવાર દરમિયાન રવિનું રાજકોટ સિવિલમાં મોત નિપજયું હતું. જયારે અન્ય પાંચને પણ નાની-મોટી ઈજાઆે થવા પામી હતી.

print

Comments

comments

VOTING POLL