રતનપર ગામે પાડોશીની વાડીમાંથી ૩૮ તોલા સોનુ ચોરનારના રિમાન્ડની માંગણી

January 11, 2017 at 2:41 pm


પોરબંદરના રતનપર ગામે પાડોશીની વાડીમાંથી ૩૮ તોલા સોનુ ચોરનાર શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ પકડી પાડયો છે અને તેના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે.
પોરબંદરના ઉધોગનગર પોલીસ સ્ટેશનની હદમાં રતનપર ગામની ગૌશાળા પાસે રહેતા રામ વિક્રમ ઓડેદરાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, રાત્રે સાડા આઠ વાગ્યા પછી તેઓ તેમના સ્વજનના મૃત્ુ અનુસંધાને યોજાયેલી વિધિ માટે ગયા ત્યારે ડેલાની દિવાલ ટપી કાચ તોડી, કબાટમાં ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરી ૩ર તોલા સોનાના દાગીના જેની કીંમત અંદાજે ૩ લાખ ર૦ હજાર જેવી થવા જાય છે તે તસ્કરો ચોરી ગયા છે.
આ બનાવમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલીક તપાસનો ધમધમાટ શરૂ કરીને શકદાર વિરમ કરશન ઓડેદરા નામના રતનપરની સીમ નિશાળ નજીક એટલે કે જયાં રામભાઇરહેતા હતા તેની નજીકની વાડી ધરાવતા યુવાને ચોરી કરી હોવાનું પ્રાથમિક તબકકે જણાતા તેની અટકાયત કરીને પુછપરછ માટે પોલીસ મથકે લવાતા તેણે એવી કબુલાત આપી દીધી હતી કે, દાગીનાની ચોરી તેણે જ કરી છે આથી પોલીસે તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ સોનાના બે હાર, બે સેટ, એક મંગલસુત્ર, એક ગંગા–જમુના તથા એક મોબાઇલસહિત કુલ રૂા. ૩ લાખ ૭પ હજારનો મુદ્દામાલ કબ્જે કયર્ો છે.

print

Comments

comments

VOTING POLL