રવિવારથી ગુજરાતમાં વરસાદની શકયતા: અરબી સમુદ્રમાં નવી સીસ્ટમ

October 5, 2017 at 11:45 am


અરબી સમુદ્રમાં નવેસરથી સીસ્ટમ ઉદ્ભવી રહી છે અને તેની અસરના ભાગપે આગામી તા.8ને રવિવાર આસપાસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દીવ વિસ્તારમાં વરસાદની શકયતા ઓછી છે.
વરસાદના અભાવે ગરમીનું જોર સતત વધી રહ્યું છે. અમદાવાદમાં 38.8, ડિસામાં 39.2, ઈડરમાં 40.2, ગાંધીનગરમાં 39.2, વિદ્યાનગરમાં 37.1, વડોદરામાં 37, અમરેલીમાં 36.2, ભાવનગરમાં 37.2, રાજકોટમાં 37, સુરેન્દ્રનગરમાં 37.3, ભુજમાં 38.5 અને કંડલામાં 37.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ રાજકોટમાં 88 ટકા, ભુજમાં 82, નલિયામાં 95, સુરેન્દ્રનગરમાં 76, ઓખામાં 89 ટકા રહ્યું છે.

print

Comments

comments

VOTING POLL