રવિવારે ખંઢેરી સ્ટેડિયમમાં ગુજરાત અને પંજાબના મેચ પછી જામશે છગ્ગાની રમઝટ!

April 21, 2017 at 3:24 pm


સમગ્ર દેશના ક્રિકેટ ચાહકોમાં આઈપીએલ ટૂનર્મિેન્ટનો ક્રેઝ પૂરેપૂરો છવાયેલો છે અને ચાહકો પોતાના માનીતા ખેલાડીઓને ચોગ્ગા-છગ્ગાની લ્હાણી કરતાં જોઈ રહ્યા છે તેવા સમયે આઈપીએલ ગવર્નિંગ બોડી દ્વારા રાજકોટને એક નવું નઝરાણું આપવામાં આવ્યું છે. રવિવારે ગુજરાત લાયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે ટી-20 મેચ પૂરો થયા પછી ‘સુપર સિક્સીસ ચેલેન્જ’ મેચ રમાડવામાં આવશે.

આ સુપર સિક્સીસ ચેલેન્જ મેચમાં દરેક ટીમના ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 3 ખેલાડીઓએ ટોટલ બે ઓવરનો સામનો કરવો પડશે. જે ખેલાડીઓને આ સુપર સિક્સીસમાં રમાડવાના હશે તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ હોય તે જરી હોય છે. બોલિંગ મશીન દ્વારા બેટસમેનને બોલ ફેંકવામાં આવશે જે ખેલાડીએ છગ્ગાના સ્વપમાં બદલવાનું રહેશે. ખેલાડી છગ્ગો મારશે પછી તેની લંબાઈ અને ઉંચાઈ પણ હોકઆઈ દ્વારા માપવામાં આવશે.

જે ટીમના ખેલાડી બે ઓવરમાં વધુ તેમજ લાંબા છગ્ગા મારી શકશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે. વિજેતાને 1 લાખ પિયા અને સિઝન વિનરને 3 લાખ પિયા આપવામાં આવશે. આ જ પ્રકારની સુપર સિક્સીસ ચેલેન્જ અન્ય ગ્રાઉન્ડ પર પણ આઈપીએલનો મેચ પૂરો થયા પછી રમાડવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL