રવિવારે પતંગ પર્વ ઉત્તરાયણ – પતંગ રસિકો છેં તૈયારીઆમાં

January 12, 2018 at 11:48 am


રીલ પીવડાવવા તથા પતંગની ખરીદીમાં ધૂમ ઘરાકી બ્યુગલ, જાત જાતની ટોપીઆ તથા ગોગલ્સની પણ ખરીદારીમાં ભીડ નેટ પરથી ગીતો ડાઉનલોડ તથા પેનડ્રાઇવમાં સાગ નખાવવામાં પણ યંગર્સ વ્યસ્ત રવિવારે ઉત્તરાયણ પરંતુ આવતીકાલ શનિવારથી જ જોવા મળશે કાઇટ ફાઇટ માહોલ
14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણ, સૂર્યનું સંક્રાંતિ પર્વ અને આકાશ પતંગના રંગોથી રંગી નાખવાનું અનેરૂ પતંગ પર્વ… હિન્દુ ધર્મમાં આ એકમાત્ર એવો તહેવાર છે કે જે તારીખ પ્રમાણે ઉજવાય છે. મૂળભૂત ખગોળીય ઘટનાની સાથે ધર્મ, દાન જેવી બાબતો તો ખરી જ પરંતુ આ પર્વનું સૌથી વધારે મહત્વ પતંગ પર્વ તરીકે રહ્યું છે. રવિવારે આ પતંગ પર્વ આવી રહ્યું છે ત્યારે પતંગ રસિકો છેંી તૈયારીઆેમાં લાગ્યા છે. આવતીકાલથી વિકએન્ડ શનિ-રવિ શરૂ થઇ રહ્યા છે ત્યારે આ ખીહરનો માહોલ આવતીકાલથી જ જોવા મળશે.
ઉત્તરાયણ-પતંગ પર્વ આડે હવે બે જ દિવસ રહ્યા છે ત્યારે પતંગ રસિકો અંતિમ તૈયારીમાં લાગ્યા છે. માંજો પીવડાવવા અને મનગમતા પતંગના પંજાઆેની ખરીદારીમાં પતંગપ્રેમીઆે લાગ્યા છે અને માંજાવાળા અને પતંગવાળાને ત્યાં ભીડ જોવા મળી રહી છે. આ વખતે 30 ટકા જેવો ભાવ વધારો તો જોવા મળે જ છે છતાં પતંગપ્રેમીઆેમાં ઉત્સાહ યથાવત છે અને ખરીદારીમાં કોઇ આેટ જોવા મળતી નથી. રીલ પતંગ ઉપરાંત બ્યુગલ, ટોપી, ગોગલ્સ વિગેરેની પણ ધૂમ ઘરાકી નીકળી છે. આ વર્ષે વિવિધ માસ્ક અને આકાશમાં ઉડાડવાની રંગીન પટ્ટીઆેનો પણ ક્રેઝ દેખાઇ રહ્યાે છે.
પતંગ પર્વ એટલે માત્ર કાઇટ ફાઇટ નહી પરંતુ અગાશીમાં – ધાબા પર આખો દિવસ ધમાલ અને મસ્તીનો પણ દિવસ. લાઉડ સ્પીકર પર મનગમતા ગીતો, માઇક પર કાપ્યો છે…, જો જાય…., ગ્યો… જેવી બુમો પાડી આનંદ વ્યક્ત કરવાના આ અવસરે મોજમસ્તી લૂંટવા મનગમતા નવા ગીતો ડાઉનલોડ કરવા અને પેનડ્રાઇવમાં અપલોડ કરાવવામાં પણ યંગર્સ વ્યસ્ત બન્યા છે. અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે ઉંધીયુ અને જલેબીની જીયાફત માણવાનો પણ અવસર હોય છે. જો કે, ગોહિલવાડમાં ઉંધીયા સાથે શરદપૂનમ જોડાયેલી છે અને મકરસંક્રાંતિના દિવસે અગાશી પર પાર્સલ મગાવી પંજાબી, પુરી-શાક તથા અન્ય ખાણીપીણીની વસ્તુઆેની મજા માણવામાં આવતી હોય છે.
આ વખતે રવિવારે ઉત્તરાયણ આવી રહી છે ત્યારે મજા બેવડાઇ છે જો કે સરકારી કર્મચારીઆે એક રજા કપાયાની ચિંતા કરી રહ્યા છે. જો કે, પતંગપ્રેમીઆે તો રવિવારે પતંગ પર્વ હોય વિકએન્ડનો લાભ લઇ આવતીકાલ શનિવારથી જ પતંગ પર્વની ઉજવણીમાં લાગી જશે.

print

Comments

comments

VOTING POLL