રશિયાની મુલાકાત પછી મોદી સ્વદેશ પરત: પુતિને પ્રોટોકોલ તોડી એરપોર્ટ પર આપી વિદાઇ

May 22, 2018 at 11:31 am


રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે અનૌપચારિક શિખર સંમેલન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્વદેશ રવાના થઇ ગયા છે. રશિયાના રાષ્ટ્રપતી પુતિને પ્રોટોકોલ તોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદાય આપવા એરપોર્ટ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રશિયાની મુલાકાતે પહોંચ્યા હતા.
જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુતિન સાથે અનૌપચારિક શિખર બેઠક કરી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વીપક્ષીય મુદ્દાઓ પર ચચર્િ હાથ ધરાઇ હતી. જેમાં રક્ષા સહયોગની સાથે વૈશ્વિક મુદ્દાઓ પર ચચર્િ કરવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વિટ કરતાં જણાવ્યું કે અલવિદા મેરે દોસ્ત! આપણી દોસ્તીને વિશેષ મહત્વ આપતા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને નાના પરંતુ સફળ રશિયાના પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અંગત એરપોર્ટ પર આવી વિદાય આપી.
પીએમ મોદીએ સ્વદેશ રવાના થતા અગાઉ પુતિન સાતે વિશેષ બાળકો માટે બનાવામાં આવેલ ઇન્ક્યૂબેટરની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત-રશિયા વચ્ચે વાત ચોક્કસ વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચી ગઇ છે.

print

Comments

comments

VOTING POLL